fbpx
ગુજરાત

વહેલમ ગામમાં દીકરીના પ્રેમીને જાહેરમાં નગ્ન કરી માર્યો

જંબુસરના વહેલમ ગામે બનેલી ઘટનાના આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડયાં છે. જંબુસરથી આદિવાસી સમાજના આગેવાનો ગામમાં પિડિત પરિવારને મળ્યાં હતાં. પિડિત પરિવારની મહિલાઓએ આરોપીઓએ આચરેલી બર્બરતાને રજૂ કરી હતી. પ્રેમ સંબંધમાં યુવાનને ગામમાં તથા ખળીમાં લઇ જઇને ઢોર માર મારવામાં આવ્યો હતો. આગેવાનોએ આરોપીઓ સામે કાર્યવાહી કરી ન્યાય અપાવવામાં આવે તેવી માગણી કરી હતી.ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વહેલમ ગામે પુત્રીના પ્રેમીને તેના પરિવારજનોએ તાલિબાની સજા આપી હોવાનો ચોંકવનારો કિસ્સો સામે આવ્યો છે. યુવકને ર્નિવસ્ત્ર કરી ગામમાં ફેરવીને માર મારવામાં આવ્યો છે.

બનાવ અંગે સરપંચ સહીત ૮ લોકો સામે યુવકના પરિવારે ફરિયાદ નોંધાવી હોવા છતાં કોઇ કાર્યવાહી નહિ થતાં ગામમાં આદિવાસી સમાજના આગેવાનો દોડી ગયાં હતાં. જંબુસર તાલુકામાં આવેલાં વહેલમ ગામે નવીનગરી ખાતે રહેતાં યોગેશ કાલુ વસાવાને ગામના જ વિજય વાઘેલાની પુત્રી અમિષા સાથે છેલ્લાં એકાદ વર્ષથી પ્રેમસંબંધ હતો. આ દરમિયાનમાં અમિષાના પરિવારજનોને તેમના પ્રણયની જાણ થઇ ગઇ હતી. અરસામાં ગત ૨૭મી જાન્યુઆરીએ રાત્રીના એકાદ વાગ્યે અમિષા યોગેશના ઘરે તેને મળવા માટે ગઇ હતી. તે વેળાં સતિષ સુરેશ માળી, મહેશ ઇશ્વર માળી, વિજય પુંજા વાઘેલા તેમજ લીલા વાઘેલાં ત્યાં આવી જતાં તેઓ બન્ને ત્યાંથી ભાગી ગયાં હતાં. જાેકે તેઓએ તેમને ઝડપી પાડ્યાં બાદ યોગેશને માર મારી અમિષાને લઇને ઘરે જતાં રહ્યાં હતાં.

જે બાદ ૨૯મીએ તે ગામના ભાગોળે આવેલાં ક્રિકેટ ગ્રાઉન્ડમાં બપોરના સમયે બેઠો હતો. તે વેળાં સતિષ સુરેશ માળી, મહેશ ઇશ્વર માળી, વિજય પુંજા વાઘેલાં વિજયનો જમાઇ કમલેશ માળી, મહેશની પત્ની, મહેશની પુત્રી રિંકલ તથા જયા કમલેશ માળી હાથમાં મારક હથિયારો લઇ તેની પાસે આવી ગયાં હતાં અને તું અમિષાનો પીછો કેમ છોડતો નથી તેમ કહીં તેને માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ટોળું એટલું ઉગ્ર થઇ ગયું હતું કે, તેમણે તેના કપડા પણ ફાડી નાંખી તેને નગ્ન કરી દઇ સપાટા માર્યાં હતાં.

બનાને પગલે તેને તાત્કાલિક સાવરાર માટે જંબુસર સરકારી દવાખાના બાદ વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જંબુસર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાનો વિડિયો વાયરલ થતાં પુનઃ માહોલ ગરમાયો છે. પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરાઇ ન હોવાનો આક્ષેપ ગ્રામ જનો કરી રહ્યાં છે. ત્યારે સ્થાનિક પોલીસ દ્વારા વહેલીતકે યોગ્ય કાર્યવાહની ન કરે તો આગામી દિવસોમાં ઉચ્ચકક્ષાએ રજૂઆતની ચીમકી પરિવારજનોએ ઉચ્ચારી છે. ઘટનાના પગલે સામાજીક સંસ્થાઓ પણ મદદમાં આગળ આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/