fbpx
ગુજરાત

જાહેરમાં યુવકે યુવતીની કરી છેડતી, વીડિયો વાઇરલ થતાં ૬ દિવસે પોલીસે નોંધ્યો ગુનો

એક તરફી પ્રેમમાં યુવક સાઇકલ લઇને આવે છે અને યુવતીને ઉઠાવી તેના જ એક્ટીવા ઉપર લઇ જવાનો પ્રયાસ કરાયો હતો. જ્યારે યુવતી પોલીસમાં ફરિયાદ નોંધાવવા જાય છે, ત્યારે તેને ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે. અરજી લીધા પછી ૫ દિવસ સુધી તપાસનુ તરકટ રચવામાં આવે છે અને જ્યારે છેડતીનો વીડિયો વાઇરલ થાય છે, ત્યારે છઠ્ઠા દિવસે ગુનો નોંધવામાં આવે છે. એક સમાચાર એજન્સી સાથે થયેલી વાતચીત પ્રમાણે જાે તમને જણાવીએ તો પીડીતાના પતિ કહ્યુ હતુ કે, આ બનાવ ગત ૨ ફેબ્રુઆરીના રોજ સાંજે બન્યો હતો.

પત્ની ક્લાસીસમાં નોકરીથી છુટીને બહાર આવી રહી હતી. તે સમયે મોટાભાગનો સ્ટાફ ઓફિસમાંથી નિકળી ગયો હતો. તે સમયે આરોપી નીતિન વાલાણી (રહે, હાલ સેક્ટર ૩ પીજી ) આરોપી લીફ્ટમાં સાથે ઉતર્યો હતો, પરંતુ સાથે એક ફેકલ્ટી હોવાથી કઇ કર્યુ ન હતુ. જ્યારે નીચે આવતા તેના એક્ટીવાની ચાવી છીનવી લીધી હતી. જેથી મારી પત્નીએ મને જાણ કરતા તેના થોડા જ સમયમાં હુ મહિલા પોલીસ મથકમાં ગયો હતો.

જ્યાં ગયા પછી પોલીસે બંને પક્ષને જાણવા માટે ફોન કર્યો હતો. તે સમયે આરોપીએ કોઇ ડીવાએસપીનુ નામ લેતા પોલીસ કર્મચારી ડગાઇ ગયો હતો. જેથી મહિલા પોલીસ કર્મચારી ઉલટા ચોર કોટવાલ કો ડાટેની જેમ મને શંકામાં લઇ રહ્યા હતા. તારી પત્નિનો વાંક હશે એકવાર વિચારી લે, અમને એમ હતુ કે, મોટો બનાવ હોવાથી પોલીસ એક્સન લેશે, ફરિયાદ આપતા રાતના ૧૧ વાગી ગયા હતા. ફરિયાદ આપ્યા પછી બે દિવસ પછી તપાસ કરવા ગયો હતો.

જ્યાંથી જાણવા મળ્યુ હતુ કે, હજુ ફરિયાદ સાહેબ પાસે ગઇ નથી. સાહેબ પાસે જશે એટલે બોલાવીશુ. જ્યારે મે પોલીસ કર્મચારીને કહ્યુ કે, તમે સીસીટીવી ફૂટેજ લાવ્યા, તો મને કહેવામાં આવ્યુ કે અમારે સીસીટીવી ફૂટેજ ના લાવવાના હોય. કોઇ સીસીટીવીની ના પાડે તો અમને કહેજાે, અમે કહી દઇશુ. ત્યારબાદ બીજા દિવસે બંને પક્ષને બોલાવ્યા હતા. જ્યારે પોલીસ દ્વારા ફોન કરવામાં આવ્યો પછી અમારો સંપર્ક કરાયો હતો અને સમાધાન કરવા કહેવા લાગ્યા હતા. પહેલા અરજી પણ કામ શરૂ થયું હતું. પોલીસ ફરિયાદ લેતી ન હતી. વીડીયો બતાવ્યા પછી બે દિવસ બાદ ગુનો નોંધાયો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/