fbpx
ગુજરાત

દહેગામમાં બિયારણના વેપારીનું અપહરણ કરી ખંડણી લેનાર આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો

દહેગામમાં ઈલેક્ટ્રીકની દુકાન ધરાવતા એક વેપારીને પેનલોનું કામ અપાવવાના બહાને અપહરણ કરી ૫૦ લાખની ખંડણી માંગનાર ગેંગે બિયારણનાં વેપારીને જમીન ખરીદવાનું કહી અપહરણ કરીને એક કરોડની ખંડણી માંગી ૨૨ લાખ પડાવી લેવામાં આવતાં વધુ એક ફરિયાદ દહેગામ પોલીસ મથકના ચોપડે નોંધવામાં આવી છે. દહેગામમાં નહેરુ ચોકડી પાસે હનુમાનજી મંદિર પાસે ક્રિષ્ના ઈલેક્ટ્રીક નામની દુકાન ધરાવતા વેપારી પ્રવીણભાઈ ગોવિંદભાઈ પટેલ રાબેતા મુજબ સવારે દુકાન ખોલીને બેઠા હતા. થોડા દિવસ અગાઉ સવારે અજાણ્યા બે શખ્સો આવી પહોંચ્યા હતા.

અને વેપારીને કહ્યું કે, અમારે પેનલોનું કામ કરાવવું છે તમે ગલુદણ જાેવા માટે આવો. વેપારી પણ ગલુદણ જવા માટે સહમત થઈ ગયા હતા અને એ જ દિવસે વેપારી ગલુદણ પહોંચ્યો હતો. જ્યાં અગાઉથી પ્લાનિંગ કર્યા મુજબ બે શખ્સોએ વેપારીનું અપહરણ કરી ૫૦ લાખની ખંડણી ઉઘરાવવામાં આવી હતી. ત્યારે વધુ એક વેપારીએ ખંડણી ખોર ગેંગ દ્વારા અપહરણ અને ૨૨ લાખની ખંડણી ની ફરિયાદ નોંધાવી છે. દહેગામ બસ સ્ટેન્ડ પાસે વેલકમ એગ્રોસેન્ટર નામે દવા બિયારણનો વેપાર કરતાં ભરતભાઈ ડાહ્યાભાઈ પટેલની દુકાને ગત તા. ૨૭/૧૧/૨૦૨૨/હટ્ઠ રોજ મુકેશભાઈ કાનજીભાઈ પટેલ અને સંજયસિંહ કમલસિંહ જાટવ નામના ઈસમો ગયા હતા. જેમણે ભરતભાઈને તેમની પાડોશમાં રહેતા ડાહ્યાભાઈ પટેલે મોકલ્યા હોવાનું કહી જમીન ખરીદવાની વાત કરી હતી.

બાદમાં અગાઉથી વાત થયા મુજબ ગત તા. બીજી ડિસેમ્બરે બંને જણાં ભરતભાઈની દુકાને ગયા હતા. જ્યાંથી સ્વીફ્ટ ગાડીમાં બેસી સાંપા ગામે જમીન જાેવા ગયા હતા. બાદમાં સાહેબને જમીન બતાવવાના બહાને ભરતભાઈને છઠ્ઠી ડિસેમ્બરે ફોન કરીને મૂકેશ પટેલે સોદો કરવાની વાત કરી ભરતભાઈને ૧૦ ડિસેમ્બરે ગાડીમાં લઈ ગયા હતા. જે ગાડીના કાચ – નંબર પ્લેટ ઉપર લગ્નના સ્ટીકર મારેલા હતા.

જે અંગે પૂછતાં અપહરણકારોએ લગ્નમાં જવાનું હોવાથી સ્ટીકર માર્યા હોવાનું કહ્યું હતું. અને ગાડી સાંપા તરફ પહોંચતા જ આરોપીઓએ ભરતભાઈને બાનમાં લઈ અપહરણ કર્યું હતું. જેથી તેમણે બુમાબુમ કરતા સંજયસિંહે ધારદાર ચપ્પુ બતાવીને કહેલ કે “અવાજ બંધ કરો નહીતર મારી નાખીશું ” જમીનમાં બહુ કમાયા છો એક કરોડ આપી દો નહીં મર્ડર કરી દઈશું. તારી રેકી એક મહિનાથી કરતાં રહ્યાં છે. આમ ગભરાઈ ગયેલા ભરતભાઈએ મિત્ર થકી ૨૨ લાખ મંગાવીને ખંડણી આપી હતી. જે બાદ તેમનો છુટકારો થયો હતો.

જાે કે ડરના માર્યા તેમણે ફરિયાદ આપી ન હતી. પરંતુ તાજેતરમાં દહેગામનાકૃષ્ણ ઈલેક્ટ્રીક દુકાનના માલિક પ્રવિણભાઈ ગોવિંદભાઈ પટેલનુ અપહરણ કરી ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ૫૦ લાખની ખંડણી લઈ વધુ પચાસ લાખ લેવા આવેલા મુકેશ કાનજીભાઈ પટેલ (રહે-જેતપુર પટેલ વાસ, નવા રામપુરા કમ્પા, તા-વડાલી જી-સાબરકાંઠા હાલ રહે-૩૦૨, ગ્રીનવીલા,સેલ્બી હોસ્પીટલ સામે નરોડા)સંજય શાહ (રહે-મહાવિરનગર સો.સા, હિમંતનગર), સંજયસિંહ કમલસિંહ જાટ (રહે-પિતામ્બરી મીનરલ્સ ફેક્ટરી,ઉડવા ગુરૂકૃપા માર્બલ બાજુમાં, ખેડબ્રહ્મા, જી-સાબરકાંઠા) અને ભરત મણીભાઇ પટેલ (રહે-કપડવંજ) ને પોલીસે પકડી લીધા હતા. જેઓના ફોટા સાથેના સમાચાર જાેઈ ભરતભાઈ તેઓને ઓળખી ગયા હતા. અને ફરિયાદ દાખલ કરાવી છે. ઉલ્લેખનીય છે કે ઉક્ત આરોપીઓએ નવનીત પ્રકાશનનાં માલિક નવીન શાહના મર્ડરમાં પણ સંડોવણી બહાર આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/