fbpx
ગુજરાત

દહેગામના મિત્રને આપેલો ચેક રિટર્ન થવાના કેસમાં તલોદના શખ્સને કોર્ટે એક વર્ષ સાદી કેદની સજા ફટકારતી

દહેગામ ખાતે રહેતા મિત્ર પાસેથી હાથ ઉછીના લીધેલા રૂપિયાની અવેજીમાં આપેલો અઢી લાખનો ચેક રિટર્ન થવાના કેસમાં દહેગામ કોર્ટે તલોદનાં શખ્સને તકસીરવાન ઠરાવીને એક વર્ષની સાદી કેદની સજા ભોગવવાનો હૂકમ કરવામાં આવ્યો છે. ગાંધીનગર જિલ્લાના દહેગામમાં રહેતા કાદરભાઈ રજાકભાઈ મેમણ પાસેથી તેમના મિત્ર કિરણભાઈ મંગાભાઈ પટેલે (રહે. સલાટપુર, તા. તલોદ) રૂ. ૨.૫૦ લાખ હાથ ઉછીના લીધા હતા. જે પૈસા વાયદા મુજબ નિયત સમય મર્યાદામાં પરત નહીં મળતાં કાદરભાઈએ ઉઘરાણી શરૂ કરી હતી.

જે અન્વયે કિરણ પટેલે તેઓને રૂ. ૨.૫૦ લાખનો ચેક આપ્યો હતો. જે ચેક બેંકમાં જમા કરાવતાં અપૂરતા બેલેન્સનાં કારણે રિટર્ન આવ્યો હતો. જે પછી પણ કિરણ પટેલે રૂપિયા પરત આપવાની દરકાર કરી ન હતી. આખરે કાદરભાઈએ ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રૂમેન્ટની કલમ ૧૩૮ મુજબ દહેગામ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે કેસ કોર્ટમાં ચાલી જતાં બન્ને પક્ષકારોની દલીલોનાં અંતે કોર્ટે ચેક રિટર્નનાં કેસમાં કિરણ પટેલને તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા ઉપરાંત ચેકની રકમ હુકમ તારીખથી ચૂકવવામાં ન આવે તો વધુ છ માસની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/