fbpx
ગુજરાત

ગુજરાત યુનિવર્સિટીમાં DRDO ના સેન્ટરમાં ૪૦ ભરતી જાહેર કરવામાં આવી

ગુજરાત યુનિવર્સિટીને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ)નું એક સેન્ટર મળ્યું છે, જેમાં વિવિધ ૯ પ્રકારની ૪૦ જગ્યાની ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતીમાં વિવિધ પોસ્ટ માટે પસંદગી પામનારા ઉમેદવારને મહિને રૂ. ૩૫ હજારથી ૧.૨૫ લાખ સુધીનો વિવિધ પોસ્ટ માટે પગાર અપાશે. આ જગ્યા માટે ઉમેદવારોએ ૨૧ ફેબ્રુઆરીએ સાંજે ૫ વાગ્યા સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે. જાેકે વેબસાઇટ ઓપન જ ન થતી હોવાથી ઉમેદવારો મૂંઝાયા હતા.ડીઆરડીઓમાં ૧૧ મહિનાના કરાર આધારિત ભરતી જાહેર કરાઈ છે.

વિવિધ ૩ પ્રકારના પ્રોજેક્ટ માટે ઓનલાઇન અરજી મગવાઈ છે. ભરતી અંતર્ગત મેનેજરની ૩, એસોસિયેટની ૪, સપોર્ટ સ્ટાફની ૪, પ્રોજેક્ટ મેનેજરની ૨, પ્રોજેક્ટ સાયન્ટિસ્ટની ૧૨, સિનિયર પ્રોજેક્ટ એસોસિયેટની ૭, પ્રોજેક્ટ એસોસિયેટની ૮ જગ્યા ભરાશે. મેનેજરની પોસ્ટ માટે માસિક રૂ. ૧ લાખ, એસોસિયેટની પોસ્ટ માટે રૂ. ૬૦ હજાર, પ્રોજેક્ટ સાયન્ટિસ્ટની પોસ્ટ માટે ૬૪થી ૯૦ હજાર તથા પ્રોજેક્ટ એસોસિયેટની પોસ્ટ માટે ૩૫ હજાર સેલરી અપાશે. ભરતી માટે ૧૧ મહિનાનો કરાર થશે. ત્રણ મહિના પ્રોબેશન પિરિયડ રહેશે. જે કર્મચારીનું પર્ફોર્મન્સ યોગ્ય નહીં હોય તેને એક મહિનાની નોટિસ આપી ગમે ત્યારે છૂટો કરી શકાશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/