fbpx
ગુજરાત

ઐતિહાસિક રામકુંડની થશે કાયાપલટ, વર્ષે આટલા શ્રધ્ધાળુઓ મુલાકાત લે છે

અંકલેશ્વરના ઐતિહાસિક અને પૌરાણિક ધામ રામકુંડ લાખો શ્રધ્ધાળુઓનું અસ્થાનું પ્રતીક છે. અહીં રામકુંડ, માનડેશ્વર મહાદેવ, શ્રીપ્રા ગણેશ સહિત અનેક પૌરાણિક મંદિર આવેલા છે. વર્ષે હજારો પરિક્રમાવા સીઓ અહીં વિસામો લે છે. શ્રધ્ધાળુઓ માટે અહીં ખાસ અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના સમયમાં આ ધરોહરના વિકાસ માટે રજુઆત કરાઈ હતી.સરકાર તરફથી આ ઐતિહાસિક અને પ્રાચીન સ્થળને વિકસાવવા રૂપિયા ૨.૩૨ કરોડનું ટેન્ડર જાહેર કરાયો છે.

ત્યારે આ સંસ્થા સાથે જાેડાયેલા હરીશ જાેશી દ્વારા વહેલી તકે તેની કામગીરી શરૂ કરી ગુણવત્તા લક્ષી કામગીરી પૂર્ણ કરાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. રામકુંડ તીર્થ એ ભરૂચ જિલ્લાની ધરોહર છે. રામકુંડ તીર્થ રામકુંડ એટલા માટે કહેવામાં આવે છે કે ભગવાન રામ જાનકી સાથે અહીં પધાર્યા હતા. સજાેદથી આવતી વેળાએ માતાજીને પીવાના પાણીની તરસ લાગી. તે સમયે ભગવાન રામે અહીં તીર માર્યું. ને એમાં નર્મદા અહીં પ્રગટ થયા. ત્યારથી આ સ્થળને રામકુંડ કહેવામાં આવે છે. આ સ્થળ ઐતિહાસિક સ્થળ છે. રામકુંડ તીર્થનો રેવાખંડ, નર્મદાપુરાણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અહીં ઘણા સંતો, મહાપુરુષો, સિદ્ધો થઈ ગયા છે. રામકુંડ સ્થિત ભગવાન રામ અને જાનકીના નામથી રામ જાનકી ગૌ શાળા પણ આવી છે.

લગભગ નાની મોટી ૧૦૮ થી ૧૧૦ જેટલી ગાય છે. બાલ મંદિર, દુધાળીથી લઈને સેવાવાળી ગાય છે. અમુક વાછરડી, વાછરડા, દુધાળી ગાય રાખવામાં આવી છે. નર્મદા પરિક્રમા માટે આવતા હજારો પરિક્રમાવાસીઓ પરિક્રમા દરમિયાન રામકુંડ ખાતે આશ્રય મેળવે છે.આ સ્થળે મહંત ગંગાદાસબાપુ અને તેઓના અનુયાયો દ્વારા નર્મદા પરિક્રમા માટે આવતા પરિક્રમાવાસીઓને રહેવા જમવા અને મેડિસિન સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જેથી પરિક્રમા માટે આવતા નર્મદા પરિક્રમાવાસીઓને સરળતા રહે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/