fbpx
ગુજરાત

સુરતના શેખપુરની આ સોસાયટીમાં મકાનની હરાજીની નોટિસ આવતા મકાન માલિકોમાં ફાફડાટ

સુરતના શેખપુર ખાતે આવેલ હરિદર્શન સોસાયટીમાં મકાન માલિકોને ૧૩ વર્ષ બાદ અચાનક સોસાયટીની હરાજીની નોટિસ આવતા સ્થાનિકોની ઊંઘ હરામ થઈ ગઈ હતી. સોસાયટીના મકાન માલિકોએ આ મામલે બિલ્ડરની ઓફિસ ઉપર મોટી સંખ્યામાં પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો.બિલ્ડરે અગાઉ પ્રોજેક્ટ લોન લીધા બાદ બેંકમાં રૂપિયા ન ભર્યા હોવાથી સમગ્ર કારસ્તાન બહાર આવ્યું છે. સુરતમા અવારનવાર છેતરપિંડીની ઘટના સામે આવે છે. મકાન લીધા બાદ બેન્કકર્મીઓ અને બિલ્ડરની મિલિભગત થકી અનેક એવી ઘટના ઓ બને છે કે, જેમાં બિલ્ડર દ્વારા પ્રોજેકટ લોન લીધી હોય છે.

ત્યારબાદ તેમાં મકાન બનાવી વહેંચી દેવામાં આવે છે. જાેકે બેન્ક દ્વારા પણ માહિતી મેળવ્યા વગર મકાન પર પણ લોન આપી દેવામાં આવે છે. તેવી જ એક ઘટના સુરતના શેખપુર ખાતે આવેલી હરિદર્શન સોસાયટીમાં બની છે. ૨૦૦૯માં આ સોસાયટી બની હતી. સોસાયટીમાં કુલ ૧૪૫૦ જેટલા રો- હાઉસ બન્યા હતા. આ રો-હાઉસ બન્યા બાદ તમામ રો-હાઉસ વહેંચી દેવાયા હતા. સોસાયટી બન્યા ને ૧૩ વર્ષ થયાં છે. જાેકે ૧૩ વર્ષ બાદ સોસાયટીને અચાનક જ મકાન ખાલી કરવાની નોટિસ મળે છે.

મકાન માલિકોને હરાજીની નોટિસ મળી ત્યારે તપાસ કરાતા ૫૨ કરોડ ૨૬ લાખ ૩૦ હજારની આ જગ્યા પરની પ્રોજેકટ લોન લેવામાં આવી હતી. આ વાતની જાણ થતા જ સોસાયટીના લોકોએ સોસાયટી બાંધનાર આર સી એન્ડ કંપનીના બિલ્ડરને સોસાયટીમાં બોલાવ્યા હતા અને ર્દ્ગંઝ્રની માંગ કરી હતી. જાેકે બે દિવસ પહેલા સ્થાનિકોને માલુમ પડે છે કે, તે જે સોસાયટીમાંમાં રહે છે. તે હરિ દર્શન સોસાયટીની આગામી ૪ તારીખે હરાજી કરવામાં આવશે. આ વાત સાંભળતા જ તમામ લોકો સુરતના સરથાણા ખાતે આવેલી આર સી એન્ડ કંપનીની ઓફિસ ખાતે પહોંચ્યા હતા. ન્યાય આપવાની માંગ સાથે બિલ્ડરની ઓફિસનો ઘેરાવો કર્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/