fbpx
ગુજરાત

અંગ્રેજાે તો ચાલ્યા ગયા પણ તેની શિક્ષણ પદ્‌ઘતિ પ્રત્યેનો લગાવ હજુ આપણામાંથી ગયો નથી….રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

વડોદરામાં વસવાટ દરમિયાન આદ્યાત્મ્યનો ઉન્નત માર્ગ પ્રશસ્ત કરનારા મહર્ષિ અરવિંદના જન્મની સાર્ધશતાબ્દિ નિમિતે કેન્દ્ર સરકારના સંસ્કૃતિ મંત્રાલયના સહયોગથી એમ.એસ યુનિવર્સિટી (સ્જીેં) દ્વારા આયોજિત કાર્યક્રમમાં શિક્ષણ પદ્‌ઘતિ વિશે પોતાના વિચારો સ્પષ્ટ કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કહ્યું કે, બાળક કોરી પાટી સમાન હોય છે. જાે તેમને સાચું શિક્ષણ આપવામાં આવે તો તે બાળક ભવિષ્યમાં વિશ્વ, રાષ્ટ્ર, સમાજ, પરિવારનું કલ્યાણ કરે છે. શિક્ષણ એટલે માનવ નિર્માણનું મહાકાર્ય અને માનવને બીજાની સંવેદના અને પીડાનો અનુભવ થાય ત્યારે શિક્ષણનો અર્થ સરે છે. મહર્ષિ અરવિંદના શિક્ષણ વિશેના વિચારો વિષયક વિદ્વતાપૂર્ણ પ્રવચન આપતા રાજ્યપાલે કહ્યું કે, ગુલામીકાળમાં અંગ્રેજાેની શિક્ષણ પદ્ધતિથી માત્ર વહીવટીકાર્ય કરી શકે એવા માનવબળનું નિર્માણ થયું હતું. અંગ્રેજાેએ પોતાની શિક્ષણ નીતિ બનાવવા માટે તત્સમયે લોર્ડ મેકોલોને ભારત મોકલ્યા હતા. તેમણે ભારતનું ભ્રમણ કરી પોતાનો અહેવાલ આપ્યો તેમાં સ્પષ્ટ કહ્યું હતું કે, ભારતની ગુરુકૂળ શિક્ષણ પદ્ધતિ એટલી મજબૂત હતી કે તેને તોડી શકાય એમ નથી. આથી, તે સમયે ગુરુકૂળ શિક્ષણ પદ્ધતિને મળતો રાજ્યાશ્રય બંધ કરાવવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા. આજે અંગ્રેજાે તો ચાલ્યા ગયા પણ તેની શિક્ષણ પદ્ધતિ પ્રત્યેનો લગાવ હજુ સુધી આપણામાંથી ગયો નથી. વેદઉપનિષદમાં ઉલ્લેખિત શિક્ષણ વિશેના જ્ઞાનને ઉજાગર કરતા રાજ્યપાલે જણાવ્યું કે, માનવ અને પ્રાણીમાં એ તફાવત હોય છે કે, પ્રાણી જન્મે ત્યારે તેમાં કેટલુંક જ્ઞાન સહજ હોય છે. જેમકે, કોઇ જનાવરના બચ્ચાને તરતા શીખવવું પડતું નથી. પણ, એ પ્રાણી પોતાની આવડત બીજાને શીખવી શકતા નથી. જ્યારે, માનવ જન્મે ત્યારે તેમની પાસે કશું જ્ઞાન કે આવડત હોતી નથી. તેને સઘળી બાબત શીખવવી પડે છે. પણ માનવી એ બાબત શીખીને બીજાને શિક્ષિત કરી શકે છે. પોતાને મળેલા જ્ઞાનમાં વૃદ્ધિ કરી શકે છે. શાસ્ત્રો તો એમ કહે છે કે, માનવને શીખવી શકાતું નથી. તેને શીખવા માટેનું યોગ્ય વાતાવરણ આપવું પડે છે. માનવીમાં જ્ઞાન હોય છે, તેનું પ્રગટીકરણ એટલે કે જાગૃત કરવું પડે છે. પ્રકૃતિનું સાંનિધ્ય બાળક માટે જ્ઞાનનું ઉદ્દીપક બને છે.

તેમણે આ બાબત અકબરકાળમાં કરવામાં આવેલા એક પ્રયોગ થકી પણ સમજાવી હતી. અદ્વેતવાદ અને ભૌતિકવાદ વચ્ચેના મધ્યમમાર્ગીય બાબતોને દેવવ્રત આચાર્યએ બહુ જ સારી રીતે સમજાવી હતી. તેમણે કહ્યું કે, બ્રહ્મ સત્ય, જગત મિથ્યા એ વાત સાથે એ પણ આપણે જાણવું જાેઇએ કે નજર સમક્ષ જે દેખાય છે, એ પણ સત્ય છે. જે રીતે હાથ, પગને ચલાવવા માટે શરીરમાં આત્માની જરૂર છે. આત્મ વિનાનો દેહ કશુ કરી શકતો નથી. આત્મા દેખાતો નથી, પણ છે. એવી રીતે જે દ્રષ્યમાન નથી, એ શક્તિને જાણવા માટેનો માર્ગ પ્રશસ્ત કરી શકે, એ વિદ્યા છે. ભૌતિક બાબતને સંવાહક બનાવી, આદ્યાત્મ્યનો માર્ગ પ્રશસ્ત કરે એ શિક્ષણ છે. પ્રકૃતિના સાંનિધ્યમાં બાળકોને શિક્ષણ આપવું જાેઇએ, એવા મહર્ષિ અરવિંદના સિદ્ધાંતને યથાર્થ ઠેરવતા તેમણે એમ પણ કહ્યું કે, બાળકને શિક્ષણ આપતી વેળાએ દુનિયાદારીના વિષભર્યા વાતાવરણથી દૂર રાખવા જાેઇએ. આવું ચિંતન વેદોમાં પણ છે. વેદોમાં શિક્ષણ સંસ્થાનો પર્વતો પાસે, નદીઓના સંગમ કે દરિયાકિનારે, કે જંગલમાં રાખવાની શીખ છે. આવા વાતાવરણમાં બાળક સમગ્ર વિકાસ તરફ આગળ વધી શકે છે. ગુરુકૂળમાં જીવનને આધાર બનાવી શિક્ષણ આપી બાળકને માનવ બનાવવામાં આવતો હતો. જે બાળક ભવિષ્યમાં બીજાની સંવેદના અને દુઃખ સમજી શકે. આવી આપણી ઉત્કૃષ્ઠ આપણી પ્રાચીન શિક્ષણ નીતિ હતી. સમગ્ર વિશ્વને પરિવાર માનવાનું શીખવે એ સાચું શિક્ષણ છે. હાલમાં આપણે જે ભણી રહ્યા છે, તેને મહર્ષિ અરવિંદ અવિદ્યા કહેતા હતા. આ વિદ્યા મૃત્યુથી તારવાનું કાર્ય કરે છે. અર્થાત વ્યવસાય કરી પરિવાર અને પોતાનું પોષણ કરાવવામાં આવે છે. મહર્ષિ અરવિંદ એવું ઇચ્છતા હતા કે, બાળકને એવી વિદ્યા મળે જે તેમને સુખ અને દુઃખથી તારવાનું કામ કરે. પણ વિદ્યા જીવનના સાચા ઉદ્દેશને સમજાવે છે. રાજ્યપાલે મહારાજ સયાજીરાવ ગાયકવાડના કાર્યકાળ દરમિયાન વડોદરામાં મહર્ષિ અરવિંદ જેવા વિદ્વાનોને પ્રવૃત કરાવવામાં આવ્યા હતા, તેનો સહર્ષ ઉલ્લેખ કરી વડોદરા ગુજરાતનું શ્રેષ્ઠ શહેર છે, એમ પણ કહ્યું હતું. એમ.એસ. યુનિવર્સિટીના કુલાધિપતિ શુભાંગિની દેવી ગાયકવાડે કહ્યું કે, વડોદરામાં રાજવીકાળમાં અનેક વિદ્વાનોને પોષીને પ્રજાના સેવા કરવામાં આવી હતી. મહર્ષિ અરવિંદને તેમની પ્રતિભા ઓળખીને લંડનથી વડોદરા લાવવાનું કાર્ય મહારાજ સયાજીરાવ ગાયકવાડે કર્યું હતું. અહીં જ ૧૩ વર્ષ દરમિયાન તેઓ ભારતીય દર્શન અને સંસ્કૃતિથી પરિચિત થયા હતા. ગુજરાતી, મરાઠી અને સંસ્કૃત ભાષા શીખ્યા હતા. વડોદરાની ભૂમિએ જ મહર્ષિ અરવિંદને આદ્યાત્મ્યનો માર્ગ દેખાડ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/