fbpx
ગુજરાત

ગાંધીનગરમાં વિદ્યાર્થીને હોમવર્ક ન કરવા બદલ સરકારી સ્કૂલની શિક્ષિકાએ લાફા ઝીંકી લાકડી વડે ફટકાર્યો, માતાએ શિક્ષિકા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

ગાંધીનગરના ચરેડી ખાતેની પેથાપુર કુમાર શાળામાં ધોરણ – ૮ માં ભણતા વિદ્યાર્થીને લેશન નહીં લઈ જવા તેમજ ચાલુ કલાસમાં બોર્ડ ઉપર લખેલી નોટબુકમાં નહી લખવા બાબતે શિક્ષિકાએ લાફા ઝીંકી લાકડી વડે ફટકાર્યો હતો. જેથી પેથાપુર પોલીસ મથકમાં શિક્ષિકા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સ્કૂલમાં વિદ્યાર્થી શિક્ષા પ્રાપ્ત કરવા જાય છે, પરંતુ કેટલીક વખત વિદ્યાર્થીને શિક્ષક દ્વારા કઠોર સજા આપવામાં આવે છે. ત્યારે આવી ઘણી ઘટનાઓ સર્જાતી હોય છે તે કારણે વિદ્યાર્થી ઘણી વખત ગભરાય જાય છે. આવી જ એક ઘટના ચરેડી ખાતેની પેથાપુર કુમારશાળા નંબર – ૨ માં ઘટતા મામલો પોલીસ મથકના ચોપડે નોંધાયો છે. વિદ્યાર્થીઓને શાળામાં શિક્ષણકાર્ય બાબતે માર મારવો એ હવે કાયદેસરનો ગુનો ગણવામાં આવે છે. જેને લઇને શિક્ષકોને સ્પષ્ટ સુચના આપવામાં આવી છે કે, કોઇ પણ બાબતે વિદ્યાર્થીઓને મારવા નહીં તેમ છતાં હજુ પણ ઘણા શિક્ષકો ‘સોટી વાગે સમસમ અને વિદ્યા આવે રમઝમપ’ એમ જ માનીને વિદ્યાર્થીઓને સામાન્ય બાબતે પણ ખોટી રીતે મારતાં હોય છે.

પેથાપુર ગામના ઉંટવાડીયું તળાવ પાસે રહેતાં જનકબેન વિક્રમસિંહ ડાભીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમનો ૧૪ વર્ષીય દીકરો પેથાપુર કુમારશાળા-૨ ચરેડી ખાતે ધોરણ-૮ માં અભ્યાસ કરે છે. ગઈકાલે વિદ્યાર્થી સવારે સ્કૂલે ગયો હતો અને સાંજે પાંચેક વાગે ઘરે પરત આવ્યો હતો ત્યારે વિદ્યાર્થીએ તેની માતાને જાેઇને રડતાં રડતાં કહેવા લાગેલ કે સ્કુલમાં અંગ્રેજી વિષયના ટીચર અવનીબેન લેશન ન લખી લઇ જવા બાબતે પુછ્યું હતું. જેથી તેણે કહેલ કે, હું બે દિવસથી બીમાર હોવાથી સ્કુલમાં અભ્યાસ અર્થે આવ્યો ન હતો. જેથી લેશન લાવ્યો નથી. બાદમાં ટીચર અવનીબેન બોર્ડમાં લખતા હતા. જાે કે, વિદ્યાર્થીની બોલપેન તુટી ગઈ હોવાથી તે નોટબુકમાં લખતો ન હતો. જેનાં પગલે શિક્ષિકા અવનીબેન એકદમ ઉશ્કેરાઈ જઈ તેને બરડાના ભાગે માર મારેલ અને વર્ગખંડમાં પડેલ લાકડી લઈ ડાબા હાથની કોણી ઉપર તથા બાવડા ઉપર ફટકા માર્યા હતા. જ્યારે બે ફટકા બરડામાં તેમજ ડાબા પગના સાથળના પાછળના ભાગે પણ માર્યા હતા. આથી તે રડવા લાગતા અવનીબેને બીક આપેલી કે માર માર્યાની વાત કોઈને કહીશ તો સ્કૂલમાંથી કઢાવી મૂકીશ. બાદમાં તેની સિવિલમાં સારવાર કરાવી જનકબેને પેથાપુર પોલીસ મથકમાં શિક્ષિકા વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/