fbpx
ગુજરાત

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી અર્હમ યુવા સેવા ગ્રુપ-રાજકોટ અને કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટના સહયોગે અર્હમ અનુકંપા જીવદયાનો નવો પ્રયાસ

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી  અર્હમ યુવા સેવા ગ્રુપ-રાજકોટ અને કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટના સહયોગે અર્હમ અનુકંપા જીવદયાનો એક નવો પ્રકલ્પ ગત વર્ષે ઓક્ટોબરમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો . અર્હમ અનુકંપા અભિયાનમાં એક્સિડન્ટથી ઘવાયેલા અને કાયમી અપંગ થયેલા પશુઓને એમના માપના કૃત્રિમ પગ ફીટ કરીને એમને ફરી ચાલતા કરવામાં આવે છે. વર્તમાનમાં જ રાજકોટમાં આવેલી શેણી એનિમલ હોસ્પિટલ, જામનગર રોડ ખાતે કાયમી અપંગ એવી 4 ગૌમાતાઓને ફરીથી ચાલતી કરાઈ છે. જેમાં જિગરભાઈ શેઠનો આર્થિક સહયોગ પ્રાપ્ત થયો હતો. આમ સમગ્ર પણે 46 પશુઓને ફરીથી ચાલતા કરાયા છે. શેણી એનિમલ હોસ્પિટલ ખાતે જયેશભાઈ મહેતા , જતીનભાઈ મેહતા ,વૈભવ ભાઈ દોશી , વિશાલભાઈ દેસાઈ , જગદીશભાઈ શેઠ , શેતુર ભાઈ દેસાઈ અને જીલદીદી બોટાદ્રા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ અભિયાનમાં ડૉ. હિરેનભાઈ બાબરીયા તથા સાથી ટીમ, કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઈનના  મિત્તલ ખેતાણી અને પ્રતિકભાઈ સંઘાણીનો વિશેષ સહયોગ પ્રાપ્ત થાય છે . ઘાયલ પશુઓ તેમજ ઓપરેશન બાદ પણ કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં પશુઓની સારસંભાળ કરવામાં આવે છે. ગૌશાળા સંચાલકો, પાંજરાપોળ સંચાલકો. અન્ય જીવદયા પ્રેમીઓ સૌ ને વિનંતી કરવામાં આવે છે કે આ પ્રકારનું કોઈ પણ જીવ તમને જોવા મળે તો સત્વરે અમારો સંપર્ક કરો જેથી કરીને અબોલ જીવોને શાતા મળે અને તેમને જીવવા માટે નવો માર્ગ મળે. જીવદયા પ્રેમી વિમળાબેન દિલીપભાઈ મહેતા , હિતેનભાઈ મહેતા અને જીગરભાઈ શેઠ (મુંબઈ) દ્વારા આ અભિયાનને આર્થિક સહયોગ પ્રાપ્ત થાય છે. અર્હમ અનુકંપા અભિયાન અંગેની વિશેષ માહિતી મેળવવા માટે મો. મિત્તલ ખેતાણી (મો. 9824221999) , સેતુરભાઈ દેસાઈ 9898230975, પ્રતિક સંઘાણી (મો. 9998030393), વિજયભાઈ મહેતા (મો. 8905805710) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/