fbpx
ગુજરાત

અમદાવાદમાં કારચાલકે નેહરુબ્રિજથી લકી ટી સ્ટોલ સુધી કાર ચલાવી સ્ટંટ કર્યા, વીડિયો વાયુવેગે વાઇરલ

અમદાવાદના સિંધુભવન એસપી રિંગ રોડ કે અન્ય પોશ વિસ્તારમાં સ્ટંટ થાય એવા અનેક વીડિયો સામે આવ્યા છે. આવા સ્ટંટનાં દૃશ્યને લોકોએ નજર સામે જાેયાં છે. ત્યારે શહેરના વધુ એક પોશ વિસ્તારમાં જીેંફ કારના સ્ટંટનો વીડિયો વાઈરલ થયો છે, જેમાં નેહરુનગરથી છેક લકી ટી સ્ટોલ સુધી જીેંફ કારને સર્પાકાર ચલાવીને લોકોમાં રાતના સમયે ભય પેદા કર્યો હતો. એટલું જ નહીં, લોકોમાં ભય અને જીવનું જાેખમ ઊભું કર્યું હતું. આ વખતે અમદાવાદના નેહરુબ્રિજથી લકી ટી સ્ટોલ તરફ એક જીેંફ કાર જાય છે, જે સર્પાકાર વાહન ચલાવી રહ્યો છે.

એ વીડિયો કોઈ વ્યક્તિએ ઉતારી લીધો છે અને હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ સમગ્ર મામલે ધ્યાન પર આવતાં પોલીસે આ કારચાલકને શોધવા માટે પ્રયાસો હાથ ધર્યા છે. જ્યારે આ સંદર્ભે ગુનો નોંધવા માટે પણ સૂચના આપી હોવાની વિગતો જાણવા મળી રહી છે. થોડા સમય પહેલાં અમદાવાદના સિંધુભવન રોડ પર કેટલાક વાહનચાલકો ફિલ્મી સ્ટાઇલે વાહનો ચલાવતા હતા, એ દૃશ્યો સામે આવ્યા બાદ પોલીસે તેમની ધરપકડ કરીને કાર્યવાહી પણ કરી હતી. હવે આવા ચોંકાવનારાં દૃશ્ય ફરી એક વખત સામે આવ્યાં છે, પરંતુ આ વખતે જગ્યા સિંધુભવન નહીં, પણ નેહરુબ્રિજથી લાલ દરવાજા તરફ અને લકી હોટલ તરફ જતા રસ્તા પરનાં આ દૃશ્યો છે.

વાઈરલ થયેલા આ વીડિયોમાં એક જીેંફ કાર નેહરુબ્રિજથી જ સર્પાકાર રીતે જઈ રહી છે. પહેલા બ્રિજ ઉપર આ કારચાલકે સ્ટંટ કર્યા, ત્યાર બાદ તેણે લકી હોટલ પાસેના વળાંક પાસે પણ અતિભયજનક રીતે સ્ટંટ કર્યા છે. આ વીડિયો સામે આવ્યા બાદ આ વિસ્તારમાં પોલીસ હાજર ન હોવાની વિગતો સ્પષ્ટ થાય છે. રાતના સમયે આ દૃશ્યો કોઈએ મોબાઇલમાં કેદ કર્યા છે અને હાલ વીડિયો વાઇરલ થતાં પોલીસે આ કારચાલકને શોધવા માટે પ્રયાસો હાથ ધર્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/