fbpx
ગુજરાત

સુરતમાં રખડતા ઢોરને પકડવા ગયેલી પાલિકાની ટીમ ઉપર ઢોર માલિક હુમલો કરી ગાય છોડાવી ગયા

રખડતા ઢોરોને લઈને શહેરભરમાં લોકો ત્રસ્ત દેખાઈ રહ્યા છે. સમયાંતરે થતા અકસ્માતોને કારણે વાહન ચાલકોમાં પણ ડરનો માહોલ જાેવા મળે છે. ત્યારે રખડતા ઢોરને કારણે મુશ્કેલી ન થાય તેના માટે શહેરભરમાં અલગ અલગ જગ્યાએ પાલિકાની ઢોર પાર્ટી દ્વારા પશુ પકડવામાં આવે છે. ત્યારે આજે વેસુના અલથાણ રોડ ઉપર રખડતા ઢોરને પકડવા ગયેલી ટીમ ઉપર ઢોર માલિક તેમજ અન્ય લોકો દ્વારા હુમલો કરી દેવાયો હતો.

જેથી પાલિકાના એક કર્મચારીને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. સુરતના વેસુ રોડ પર આવેલી નંદની રો-હાઉસ પાસે રખડતા ઢોર પકડવા ગયેલી મનપાની ટીમ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. એક કર્મચારીને માથામાં ઈજા થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. મનપાની ટીમ ઉપર હુમલો કરી પકડાયેલા ઢોર છોડાવી ગયા હતા. બીજી તરફ એક કર્મચારીને માથામાં ઇજા થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. મનપાની ટીમ અને પશુપાલકો વચ્ચે થયેલા ઘર્ષણનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

એડિશનલ માર્કેટ સુપ્રિટેન્ડન્ટ ડૉ.રાજેશ ગેલાણીએ જણાવ્યું કે, અમારી ઢોર પાર્ટીની ટીમ રોડ ઉપર રખડતા ઢોરોને પકડવા માટે ગઈ હતી. તે દરમિયાન ઢોરને પકડ્યા બાદ તેના માલિકે માથાકૂટ કરતા તેને ગાડીમાં બેસાડી દેવામાં આવ્યો હતો. તે દરમિયાન જ અન્ય આસપાસના કેટલાક ઈસમોએ આવીને કર્મચારીઓ જે ગાડીમાં લઈ જતા હતા. તે ગાડીને રોકીને મારામારી કરી હતી. જેમાં માર્શલને માથાના ભાગે ઇજા થઈ છે. કામકાજમાં જેમણે વિક્ષેપ ઊભો કર્યો છે. તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની પ્રક્રિયા શરૂ કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/