fbpx
ગુજરાત

સુરતમાં ગેરકાયદે ગેસની દુકાનમાં આગ લાગવાના કેસમાં એકનું મોત થતાં સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ

સુરતના સીમાડા વિસ્તાર ઘરમાં ફલેશ ફાયર થયા બાદ ગેરકાયદે ગેસ રિફિલિંગ કરતી દુકાનમાં ઘડાકા સાથે આગ લાગી હતી. જેથી પરિવારના ત્રણ સહીત ચાર લોકો દાઝી જતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં સારવાર દરમ્યાન પરિણીતાનું મોત નિપજ્યું હતું. આ બ્લાસ્ટ પ્રકરણમાં તપાસ દરમ્યાન કોમર્શિયલ તથા ઘરેલુ સહીત ૨૭ ગેસના બાટલા મળી આવ્યા હતા. મામલદારે બનાવ અંગે પુણા યુવક સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો છે. સીમાડા ગામ દિવાળી બાગ નગરમાં રહેતા ચાંદમલ ગુજ્જર પરિવાર સાથે રહે છે અને પોતાના ઘરના આગળ કારિયાણાની દુકાન ચલાવે છે.

દુકાનની અંદર જ ગેસ રિફિલિંગનો ગેરકાયદેસર ધંધો કરતો હતો. દુકાનની પાછળ એક ગોડાઉન બનાવવામાં આવ્યું હતું. આ દરમિયાન ગત તારીખ ૧ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ સવારે સાડા નવેક વાગ્યાના અરસામાં ઘરમાં બનેલા આ નાના ગોડાઉનમાં ગેસ સિલિન્ડરમાં ફલેશ ફાયર થવાના કારણે આગ ફાટી નીકળી હતી. ઘટનાને પગલે સ્થળ ઉપર ભારે અફરાતફરી મચી ગઇ હતી.

આગને કારણે ચાંદમલ ગજ્જર પોતે તથા પરિવારના સભ્યો શીલા દેવી ગુજ્જર (ઉ.વ.૨૬), ક્રિષ્ના ગુજ્જર (ઉ.વ.૪) અને પાડોશમાં રહેતા ચંદ્રકાન્ત પરસોત્તમ પટેલ (ઉ.વ.૩૫ ) નાઓ દાઝી ગયા હતા. તમામને સારવાર માટે તાત્કાલિક હોલ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન શીલાબેનનું મોત નીપજ્યું હતું. સરથાણા પોલીસ પણ સ્થળ ઉપર પહોંચીહતી. જેમાં પોલીસ દ્વારા દુકાનની અંદરથી ૫ જેટલા કમર્શિયલ સિલિન્ડર, ૧૩ ઘરેલુ અને ૧૨ નાના સિલેન્ડર મળી આવ્યા હતા. ગેરકાયદેસર ગોડાઉન પણ જેટલા નાના ભરેલા બાટલા મળી આવ્યા હતા.

સાથે જ બે પાઇપ પણ મળી આવ્યા હતા. ઘરના આગળના રૂમમાં બનાવેલી કરિયાણાની દુકાનમાં મોટા બાટલાંમાંથી નાના બાટલમાં ગેસ રિફિલિંગ કરવાની કામગીરી ચાલતી હતી. સરથાણા પોલીસ સ્થળ પરથી તમામ સિલિન્ડરો કબ્જે લીધા હતા. આ મામલે પુરવઠા વિભાગ દ્વારા તપાસ શરુ કરવામાં આવ્યા બાદ ગતરોજ પુણાના મામલતદાર હેમંતકુમાર ગાંધી (રહે-અભિલાષા બંગ્લોઝ, મોતીનગ૨-૦૩ ની સામે, એસ.એસ.અગ્રવાલ કોલજ રોડ, ગણદેવી રોડ, નવસારી)એ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ચાંદમલ ગણેશભાઇ ગુજ્જર સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/