fbpx
ગુજરાત

સિન્ડિકેટ સભ્યોએ પોતાના મળતિયાઓને કામ આપ્યું : NSUIનું કહેવું

ગુજરાત યુનિવર્સિટીમાં ડીગ્રી વેરિફિકેશન, માઈગ્રેશન તથા માર્કશીટ વેરિફિકેશન સહિતની કામગીરી ખાનગી એજન્સીને સોંપવામાં આવી હતી, જેનો દ્ગજીેંૈં દ્વારા શરૂઆતથી વિરોધ કરવામાં આવી રહ્યો હતો. ત્યારે ગઈકાલે પણ દ્ગજીેંૈંએ વિરોધ કરીને યુનિવર્સિટીમાં તાળાબંધી કરી હતી. ત્યારે આજે કુલપતિ આવતાં જ તેમની પર નકલી નોટોનો વરસાદ કર્યો હતો. કુલપતિને ઉપર જતા અટકાવ્યા હતા, એ બાદ પોલીસની મદદથી કુલપતિ ઉપર ગયા હતા. ખાનગી એજન્સીને કામ સોંપ્યું છતાં તે દ્વારા વધુ પૈસા લઈને સમયસર કામ કરવામાં આવતું ના હોવાનો દ્ગજીેંૈંનો આક્ષેપ છે.

પોતાના માળતિયાઓને સિન્ડિકેટ સભ્યોએ કામ અપાવ્યાનો આક્ષેપ છે અને એ માટે જ દ્ગજીેંૈં દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગઇકાલની તાળાંબંધી બાદ આજે ફરીથી દ્ગજીેંૈં દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં વિરોધ કરવામાં આવ્યો હતો. ૧૦૦થી વધુ કાર્યકરો યુનિવર્સિટી ટાવરમાં નારાબાજી કરી રહ્યા હતા. આ દરમિયાન કુલપતિ હિમાંશુ પંડ્યા યુનિવર્સિટી ટાવર પહોંચતાં દ્ગજીેંૈંના કાર્યકરોએ તેમને ઘેરી લીધા હતા. કુલપતિ આવતાં જ દલાલ ફઝ્રના નારા સાથે કુલપતિ પર નકલી નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. સીડીમાં ચઢેલા કુલપતિએ સીડી પરથી નીચે ઊતરવું પડ્યું હતું.

અંતે પોલીસની મદદથી કોર્ડન કરીને કુલપતિની યુનિવર્સિટીની અંદર લઈ જવામાં આવ્યા હતા. દ્ગજીેંૈંના પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે અગાઉ નજીવા દરે વેરિફિકેશન કામ થતું જ હતું, પરંતુ ખાનગી એજન્સીને કામ સોંપીને વિદ્યાર્થીઓને લૂંટવામાં આવી રહ્યા છે, તેથી અમે આજે નકલી નોટો કુલપતિ ઉપર ઉડાવી વિરોધ કર્યો છે. ખાનગી એજન્સીને કામ સોંપ્યું છે એમાં સિન્ડિકેટ સભ્યો અને કુલપતિનો ભાગ છે, ના હોય તો એજન્સી પાસેથી કામ લઈ લેવું જાેઈએ. વિરોધનું મૂળ કારણ શું છે?.. તે જાણો.. ગુજરાત યુનિવર્સિટીનું ડીગ્રી તથા માર્કશીટ વેરિફિકશનથી લઈને પ્રોવિઝનલ સર્ટિફિકેટનું કામ ખાનગી કંપનીને સોંપવાનો ઠરાવ કરાયો હતો, પરંતુ એમાં ચોંકાવનારી વાત એ હતી કે એ બધાં સર્ટિફિકેટના ચાર્જીસમાં ૫૦૦થી ૧૦૦૦% સુધીનો વધારો ઝીંકી દેવાયો હતો.

જાેકે ત્યારે દિવ્ય ભાસ્કરે રાજ્યની અન્ય સરકારી યુનિવર્સિટીમાં આ પ્રકારની કામગીરીની ફીની તપાસ કરી હતી, એમાં સાવ જુદું જ ચિત્ર જાેવા મળ્યું હતું. હકીકતમાં રાજ્યની અન્ય યુનિવર્સિટીમાં વિવિધ પ્રકારનાં સર્ટિફિકેટ અને વેરિફિકેશન માટે માંડ ૫૦થી ૩૦૦ રૂપિયા જેવી મામૂલી ફી છે, જેમાં સૌથી ઓછું ફી માળખું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છે અને ત્યાં તો ૧૫ વર્ષથી કોઈપણ પ્રકારનો વધારો પણ કરાયો નથી. માત્ર ગુજરાત યુનિવર્સિટી જ હવે મિનિમમ રૂ. ૪૦૦થી લઈ રૂ. ૭૫૦ સુધીના કર્યા હતા, જેથી આ સમગ્ર મામલે વિરોધ થઈ રહ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/