fbpx
ગુજરાત

GHB રીડેવલપમેન્ટ સ્કિમમાં અવરોધ ઊભા કરનારા ૫૦થી વધુને નોટિસ ફટકારાઇ

ગુજરાત સરકાર દ્રારા ૨૦૧૬માં લાવવામાં આવેલી રિડેવલપમેન્ટ પોલીસીના ભાગરૂપે ગુજરાતમાં સૌ પ્રથમ અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડની સામે જ આવેલા એકતા એપાર્ટમેન્ટની યોજના ચાર વર્ષ બાદ સફળતાપૂર્વક પૂર્ણ થઇ છે. એટલું જ નહીં પરંતુ આ એપાર્ટમેન્ટમાં મહત્તમ રહિશો વસવાટ પણ કરવા લાગ્યા છે. પરંતુ એપાર્ટમેન્ટના ૪૮ ફલેટો અંગે હાઉસિંગ બોર્ડ અને ડેવલોપર યુનાઇટેડ એન્જીનિયર્સ એન્ડ ડેવલપર્સ વચ્ચે વિવાદ સર્જાયો છે. જેના કારણે કેટલાંક રહિશોના દસ્તાવેજાે અટવાઇ પડયાં છે.

આ અંગે ડેવલોપર તરફથી હાઉસિંગ બોર્ડ તરફથી જગ્યા આપવામાં આવે તો એફોર્ડેબલ હાઉસ તૈયાર કરી આપવા અથવા તો પ્રિમિયમ ચૂકવી આપવા ઓફર કરી છે. તેની સામે હાઉસીંગ બોર્ડે એકતા એપાર્ટમેન્ટના ૪૮ ફલેટોના વેચાણ અંગેની જાહેરાત આપતાં વિવાદ વકર્યો છે. ના હોય!.. ૨૩ એપાર્ટમેન્ટોની દરખાસ્ત હાઉસિંગ બોર્ડમાં આવી હતી!.. બીજી તરફ રિડેવલપમેન્ટ સ્કિમમાં જાેડાવવા માટે બીજા ૨૩ એપાર્ટમેન્ટોની દરખાસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આવી હતી. આ દરખાસ્તોની ફાઇલો પરથી ધૂળ ખંખેરી નાંખવામાં આવી હોય તેમ દરખાસ્તો પરની કામગીરી પુનઃ ધમધમતી થઇ છે. ભાવનગર, જામનગર સહિત સુરતના પાંડેસરા અને ઉમરવાડામાં ચાર એપાર્ટમેન્ટમાં બાંધકામનું કામ ચાલુ થઇ ગયું છે.

જ્યારે અમદાવાદના ૪ એપાર્ટમેન્ટમાં બંને પક્ષ સંમંત થઇ જતાં હાલ મકાન ખાલી કરવાની કામગીરી શરૂ થવા પામી છે. જ્યારે બાકીના ૪ એપાર્ટમેન્ટમાં ટેન્ડરની અવધિ પૂર્ણતાના આરે હોવાથી આગળની કામગીરી ટૂંક સમયમાં હાથ ધરાશે. જયારે બીજા સાત એપાર્ટમેન્ટ માટેના ટેન્ડરો તૈયાર કરવામાં આવ્યા છે. જેને મંજૂરીની મ્હોર વાગતાં તેના પણ ટેન્ડરો ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે. વર્ષોથી ઠપ્પ પડેલી રિડેવલપમેન્ટ યોજનાએ ગતિ પકડી!.. આમ છેલ્લાં કેટલાંય વર્ષોથી ઠપ્પ થઇ ગયેલી રીડેવલપમેન્ટ યોજના હવે ગતિ પકડી રહી છે.

જે સભ્યો અસંમત થયા છે તેવા ૫૦થી વધુ રહીશોને ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્રારા ઇવીકશન (ખાલી/કબ્જાે મકાનનો લેવાની)ની નોટિસો ફટકારવામાં આવી છે. આ નોટિસ સામે કોઇ રહિશ દ્રારા હાઇકોર્ટના દ્રાર ખટખટાવવામાં આવે તો તેમને સાંભળ્યા વગર મનાઇહુક્મ નહીં આપવા માટે હાઉસીંગ બોર્ડે કેવિયટ પણ ફાઇલ કરી દીધી છે. કેમ રિડેવલપમેન્ટ સ્ક્રિમ લાવવામાં આવી?.. તે જાણો..

ગુજરાત સ્થાપના દિન ૧લી મેં ૧૯૬૦ના રોજ હાઉસિંગ બોર્ડની રચના કરવામાં આવી હતી. આ હાઉસિંગ બોર્ડ દ્રારા ૨૦૧૨-૧૩ સુધીમાં ગુજરાતમાં જુદા-જુદા સ્થળોએ ૧,૦૭૬,૮૩૦ મકાનો તથા બંગલાઓ બનાવ્યાં હતા. જેમાંથી ૯૦ ટકા મકાનો ત્રણ માળના બનાવવામાં આવ્યા હતા. જ્યારે ૧૦ ટકા બંગલાઓ બનાવવામાં આવ્યા હતા. ૨૦૧૪ પછી મુખ્યમંત્રી તથા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૨૨,૪૨૯ મકાનો ઊભા કરવામાં આવ્યા હતા અને ૧૫,૨૩૬ મકાનોનું કામ પ્રગતિ હેઠળ હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/