fbpx
ગુજરાત

સૈજપુરની સ્કૂલે ધોરણ ૧૨ના વિદ્યાર્થીની ફી બાકી હોવાથી પરીક્ષાની હોલ ટિકિટ ન આપી

સૈજપુર બોઘા વિસ્તારમાં એક્સેલેન્ટ ઈંગ્લીશ સ્કૂલ આવેલી છે. આ સ્કૂલમાં ભણતા ધોરણ ૧૨ આર્ટ્‌સના વિદ્યાર્થીની ૩૩૦૦ રૂપિયા ફી ભરવાની બાકી હતી. જેના કારણે સ્કૂલે વિદ્યાર્થીની બોર્ડની પરીક્ષા માટે હોલ ટિકિટ આપી નહોતી. જે બાદ વાલી સ્કૂલે પહોંચીને હોબાળો કર્યો હતો. સૈજપુરની એક્સલેન્ટ ઈંગ્લીશ હાઈસ્કૂલના ધોરણ ૧૨ આર્ટ્‌સમાં ભણતો વિદ્યાર્થી શાહ ક્રિશ બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ લેવા ગયો હતો. જાેકે સ્કૂલમાંથી ફી બાકી હોવાને કારણર ક્રિશને હોલ ટિકિટ આપવાની ના પાડી દીધો હતી.

વર્ષની ૧૦,૫૦૦ રૂપિયા ફી હતી, જેમાંથી ક્રિશે ૩૩૦૦ રૂપિયા ફી ભરી નહોતી, જેથી સ્કૂલ દ્વારા ફી માંગવામાં આવી. આ અંગે ક્રિશના વાલીએ સ્કૂલ સંચાલક સાથે બોલચાલી કરી હતી અને મીડિયાને જાણ થતાં સ્કૂલે તાત્કાલિક હોલ ટિકિટ આપી હતી. આ અંગે વિદ્યાર્થી ક્રિશે જણાવ્યું હતું કે, મેં શરૂઆતથી જ ફી ભરી હતી. પરંતુ ડિસેમ્બર મહિનાથી સ્કૂલની ફી ભરવાની બાકી હતી, જે હું ભરી દેવાનો છું. પરંતુ અત્યારે બોર્ડની પરીક્ષા માટે હોલ ટિકિટ લેવા ગયો તો આપી નહોતી. બાદમાં તકરાર કર્યા બાદ હોલ ટિકિટ આપવામાં આવી છે. આ અંગે સ્કૂલનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સ્કૂલનો સંપર્ક થઈ શક્યો નહતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/