fbpx
ગુજરાત

ગાંધીનગરમાં ૧૦૮ સિટિઝન મોબાઇલ એપ લોન્ચ, માત્ર એક ક્લિકમાં મળશે એમ્બ્યુલન્સની રીયલ ટાઈમ માહિતી

ગુજરાત રાજ્યમાં આરોગ્ય મંત્રી દ્વારા ૧૦૮ એમ્બ્યુલન્સની મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી હતી. જે એપ ગુજરાતી, હિન્દી તેમજ અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ કરાશે, જેથી હવેથી ૧૦૮ સિટિઝન મોબાઈલ એપમાં ફોન કર્યા સિવાય પણ લોકો દ્વારા નજીકની ઉપલબ્ધ એમ્બ્યુલન્સને પસંદ કરી ઘટના સ્થળે બલોવી શકાશે. આ એપના કારણે ઘટના સ્થળની માહિતી મેળવવામાં વ્યતિત થતા સમયનો બચાવ થશે અને ત્વરિત એપ થકી જ સચોટ માહિતી મેળવી શકાશે. ત્યારે મંત્રી દ્વારા લોકોને આ એપનો વધુમાં વધુ ઉપયોગ કરવાનો અનુરોધ કરાયો હતો.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું હતું કે, રાજ્યમાં પથરાયેલા ૮૦૦થી વધુ ૧૦૮ એમ્બ્યુલન્સના માળખાએ રીસપોન્સ ટાઇમ સરેરાશ ૧૬ મીનિટનો કર્યો છે. આજે ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા ખરા અર્થમાં જીવનરક્ષક બની અનેક લોકોને નવજીવન પ્રદાન કરી રહી છે. ત્યારે ગાંધીનગરમાં ૧૦૮ સિટિઝન મોબાઇલ એપ લોન્ચ કરતા મંત્રીએ ઉમેર્યું હતું કે, ટેકનોલોજીનો શ્રેષ્ઠત્તમ ઉપયોગ કરીને આકસ્મિક પરિસ્થિતિમાં આપવામાં આવતી સેવાને વધુ સુદ્રઢ અને સરળ બનાવવાની દિશામાં પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

આ એપમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં માહિતી ઉપલબ્ધ કરાશે. આક્સમિક પરિસ્થિતિઓમાં દર્દી, સગા તેમજ સામાન્ય વ્યક્તિ આરોગ્ય સેવા માટે સૌથી પહેલાં ૧૦૮ની એમબ્યુલન્સને જ યાદ કરે છે. ૧૦૮ એબ્યુલન્સ સેવાના સુદ્રઢ માળખામાં નીતનવા સમય આધારિત સુધારા તેમજ ટેકનોલોજીના સમન્વય સાથેના ફેરફાર કરીને સેવાને શ્રેષ્ઠત્તમ બનાવવાની દિશામાં સમગ્ર તંત્ર કામ કરી રહ્યું હોવાનું મંત્રીએ જણાવ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/