fbpx
ગુજરાત

ગાંધીનગરના ધોળાકુવા નજીક ચાલતા વિદેશી દારૂનાં કારોબારનો થયો પર્દાફાશ, ૭૦ હજારના મુદ્દામાલ સાથે બે બુટલેગર ઝડપી લીધા

ગાંધીનગરનાં ધોળાકુવા નજીકના ફન વર્લ્ડ પાર્કમાં ચાલતાં વિદેશી દારૂના કારોબારનો ઈન્ફોસિટી પોલીસે પર્દાફાશ કરીને ગામનાં બે બુટલેગરોને રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે ૭૦ હજાર ૪૧૬ની કિંમતની વિદેશી દારૂની ૧૯૨ બોટલો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બે દિવસ પહેલા પણ બુટલેગર મૂકેશ ઠાકોરનાં બે ફોલ્ડરને પોલીસે ઝડપી પાડી વિદેશી દારૂની હાટડી બંધ કરાવી દેવાઈ હતી.

રાજ્યના પાટનગર ગાંધીનગરનું ધોળાકુવા ગામ વિદેશી દારૂના વેચાણનું એપી સેન્ટર બની ગયું હોય એમ રોજબરોજ દારૂનો વેપલો ચલાવતા ઈસમો ઝડપાઈ રહ્યા છે. હજી બે દિવસ પહેલા જ ધોવાકુવા ઈંદ્રોડા પાર્ક નજીક જંગલ વિસ્તારની ઝાડીમાંથી ગામના રીઢા બુટલેગર મૂકેશ ઠાકોરનાં બે ફોલ્ડરને દારૂનો વેપલો કરતાં રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યાં હતા. હજી આ ઘટનાની શાહી સુકાઈ નથી એવામાં ગામનાં અન્ય બે બુટલેગરો દ્વારા નધણિયાત અવાવરુ ફન વર્લ્ડ પાર્કમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડીને દારૂના વેંચાણ કરવાના નેટવર્કનો પોલીસે પર્દાફાશ કર્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/