fbpx
ગુજરાત

અમદાવાદમાં પરિણીતાએ નણંદો-પતિ દ્વારા દહેજની માગને લઇ ત્રાસ આપાતો હોવાની ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ

શહેરમાં સાસરિયાઓ સાથે રહેતી પરિણીતાને તેની નણંદો અને પતિ દ્વારા દહેજની માગને લઇ ત્રાસ આપવામાં આવતો હોવાની ફરિયાદ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ફરિયાદ કરનાર પરિણીતા અમદાવાદમાં ઈન્ડિયન ઈસ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ (ૈંૈંસ્)માં નોકરી કરતી હોવાનું જાણવા મળી રહ્યું છે. પરિણીતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેના લગ્ન ૨૦૧૬માં રીતરિવાજ પ્રમાણે રાજેશ કુમાર સાથે થયાં હતાં. લગ્ન બાદ પાંચ છ મહિના સુધી મને સાસરીમાં સારી રીતે રાખવામાં આવતી હતી. ત્યાર બાદ મારી નણંદો મને દહેજને લઈને મેણાં ટોણાં મારતી હતી.

નણંદો એવું કહેતી હતી કે, અમારે એક જ ભાઈ છે, તું તારા પિયરમાંથી કશું લાવી નથી. અહીં રહેવું હોય તો પિયરમાંથી વધારે દહેજ લાવવું પડશે અને ત્રણ લાખ રોકડા પણ આપવા પડશે. પરિણીતાએ ફરિયાદમાં એવું પણ જણાવ્યું હતું કે, તેની નણંદો પતિને ચઢામણી કરીને માર પણ ખવડાવતી હતી. નણંદો મને ઘરમાં ઘૂંઘટ રાખવાનું કહેતી હતી. તેની મેં ના પાડતાં મને માર માર્યો હતો અને મારા પિયરના લોકોને ગંદી ગાળો પણ આપી હતી. આ દરમિયાન પરિણિતાનું બ્લડ પ્રેશર ડાઉન થતાં તે બેભાન થઈ ગઈ હતી. પરંતુ સાસરિયાઓમાંથી કોઈએ તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી નહોતી. ઉપરથી ઘરની બહાર કાઢી મૂકી હતી. નણંદો પતિને એવું કહેતી હતી કે, આ મરતી હોય તો મરવા દે, અમે તને નવી પત્ની લાવી આપીશું.

આવા ત્રાસને લઈને પરિણીતાએ તેના પિયરીયાઓને જાણ કરતાં તેની માતાએ તેને રોકડા રૂપિયા પણ આપ્યા હતાં. ત્યાર બાદ નંણદો દ્વારા સંતાનનો મુદ્દો ઉઠાવીને પરિણીતાને હેરાન કરવામાં આવતી નથી. તેઓ દ્વારા એવા ટોણાં મારવામાં આવતાં હતાં કે, અમારા ભાઈ માટે તું અપશુકનિયાળ છે, તારે સંતાન થતાં નથી. જેથી તને અહીં રાખવાની નથી અને ઘરની બહાર કાઢી મૂકવાની ધમકીઓ આપતાં હતાં. ત્યારે પતિ પણ તેની સાથે આઠેક મહિનાથી લેવા નહીં આવતાં કંટાળીને પરિણીતાએ પોલીસમાં સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/