fbpx
ગુજરાત

ગાંધીનગરના રાયસણના શખ્સે પાલજની જમીન ૫૦ લાખમાં તો વેચી, અને આ જમીન અન્ય ૩ લોકોને રજીસ્ટર બાનાખત કરી આપી છેતરપિંડી આચરી

ગાંધીનગરના રાયસણના શખ્સે પાલજની જમીન વર્ષ ૨૦૧૨ માં ૫૦ લાખમાં વેચી નાખી હતી છતાં આજ જમીનનાં ખોટા બાનાખત કરીને ત્રણ વખત વેચી મારી છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ ચીલોડા પોલીસ મથકના ચોપડે નોંધવામાં આવી છે. સાબરકાંઠાના દાંતા તાલુકાના મોટાસડા ગામના જહેન્દ્રસિંહ દલપતસિં બારડે પાલજ ગામની સીમના સર્વે નંબર ૫૪૬ ની હે.આર. ચો.મી.૧-૩૫-૫૬ પૈકી ૬૦-૭૦ વાળી જમીન વિષ્ણુભાઈ ડાહ્યાભાઇ પટેલ (રહે. રાયસણ) પાસેથી વર્ષ ૨૦૧૨ માં ૫૦ લાખમાં વેચાણ રાખી સબ રજીસ્ટ્રાર કચેરીમાં વેચાણ દસ્તાવેજ પણ કર્યો હતો અને જમીનનો કબ્જાે મેળવ્યા પછી પાકી નોંધ પડાવવાની કાર્યવાહી કરી હતી.

આ દરમિયાન નોંધ સામે તકરારી કેસ થતા તે પ્રમાણીત થઈ ન હતી અને તકરારી કેસ ચાલતો હતો. ત્યારે વિષ્ણુભાઇ ડાહ્યાભાઇ પટેલનું નામ ચાલતુ હોવાથી તેણે ઉક્ત જમીન વિક્રમભાઇ વેરશીભાઇ દેસાઇ (રહે. મોટેરા) ને કબ્જા વગરનું રજીસ્ટર બાનાખત કરી આપ્યું હતું. ત્યારબાદ ફરીવાર વિષ્ણુભાઇ પટેલે આજ જમીન ભગીરથસિંહ કિશોરસિંહ ચુડાસમા (રહે. ૪૦૭ શૈલી કોમ્પલેક્ષ સુરધારા સર્કલ પાસે થલતેજ) ને કબ્જા વગરનું રજીસ્ટ્રર બાનાખત કરીને વેચી મારી હતી. આમ બે વખત એકની એક જમીન વેચી મારીને મોટો આર્થિક ફાયદો મેળવી વિષ્ણુ પટેલે ઉક્ત મોડસ ઓપરેન્ડીથી ત્રીજી વખત પણ ધર્મેન્દ્રસિંહ નારણસિંહ વાઘેલા (પીપલજ) ને જમીન વેચી મારી હતી. આ મામલે જહેન્દ્રસિંહ બારડે કલેક્ટરને અરજી તપાસની માંગણી કરાઈ હતી.

જેમાં ઉક્ત જમીનમાં ખોટા લીટીગેશન ઉભા કરવાના અને જહેન્દ્રસિંહ પાસેથી વધુ પૈસા પડાવવા વિષ્ણુભાઇ ડાહ્યાભાઇ પટેલ દ્વારા વિક્રમભાઇ દેસાઇને ૨૧ લાખમાં, ભગીરથસિંહ ચુડાસમાને ૧૬ લાખમાં તેમજ ધર્મેન્દ્રસિંહ નારણસિંહ વાઘેલાને ૫૦ હજારમાં રજીસ્ટર બાનાખત કરી દેવાયો હોવાનું બહાર આવતાં કલેક્ટરનાં હુકમથી ઉક્ત ચારેય ઈસમો વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/