fbpx
ગુજરાત

સુરતમાં ચાલુ ટ્રેનમાં ચડવા જતાં મોત, ટ્રેનમાં ચડવા જતા યુવક ટ્રેન નીચે કપાયો

સુરતમાં રેલવે સ્ટેશન ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ઘણા લોકો જગ્યા મેળવવા માટે અથવા તો ઝડપથી ટ્રેનની નીચે ઉતરવાનો પ્રયાસ કરતા ઉતાવળે હોય છે અને આવામાં તેઓ જીવ ગુમાવતા હોય છે. સુરતના ઉધના સ્ટેશન ઉપર એક યુવક ઇમરાન ખાન સંબંધી માટે ટ્રેનમાં જગ્યા કરવા માટે ચાલુ ટ્રેનમાં ઉપર ચડવા જતા ટ્રેન નીચે કપાઈ મોતને ભેટ્યો હતો. યુવક સંબંધીની ટ્રેનમાં જગ્યાની વ્યવસ્થા કરવા માટે ચાલુ ટ્રેનમાં જ ચડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ યુવકનો પગ લપસી જતા ટ્રેનની નીચે આવી ગયો હતો.

પગ ફસાઈ જતા તેનો પગ કપાઈ ગયો હતો. તેને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બીજી બાજુ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. યુવક પ્લેટફોર્મ નંબર-૩ પર આવતી ટ્રેનમાં ચાલુ ટ્રેને ચાડવાનો પ્રયાસ કરે છે. ત્યારબાદ તે લપસી પડે છે. ટ્રેનની નીચે આવી જાય છે. આ ઘટનામાં યુવકનો પગ કપાઈ જાય છે. જ્યારે ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે આ સીસીટીવી ફૂટેજ લાલબત્તી સમાન છે. ચાલુ ટ્રેનએ યુવકે ચડવાનો પ્રયાસ કરતા મોતને ભેટ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/