fbpx
ગુજરાત

ગાંધીનગરમાં ૫૫ હજાર મેડિકલ સ્ટોર્સમાં તપાસ કરવા માત્ર ૪૧ ડ્રગ ઇન્સ્પેકટર, ૫૦% જગ્યા ખાલી છતાં ભરતી મોકૂફ

ગુજરાત રાજયમાં ૫૫ હજાર મેડિકલ સ્ટોર્સમાં તપાસ કરવા માત્ર ૪૧ ડ્રગ્સ ઈન્સ્પેક્ટર હોવા છતાં ૫૦ % ખાલી જગ્યા ભરવા માટેની ભરતી પ્રક્રિયા મોકૂફ રાખી દેવામાં આવતાં ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિયેશન દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને આક્રોશ વ્યક્ત કરી તાત્કાલિક ધોરણે ડ્રગ ઈન્સ્પેક્ટરોની ભરતી કરવાની માંગણી કરાઈ છે. ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિયેશનનાં પ્રમુખ રજનીકાંત ભારતીયે મુખ્યમંત્રી તેમજ આરોગ્ય મંત્રીને પત્ર લખી માંગણી કરાઈ છે કે, મેડિકલ સ્ટોર્સનો વ્યવસાય ગુજરાતની સાડા છ કરોડ જનતાના આરોગ્ય સાથે સીધો જાેડાયેલ છે.

આ મેડિકલ સ્ટોર્સ નિયમ મુજબ દવાનું વેચાણ કરે છે કે નહીં એની તપાસ ડ્રગ ઇન્સ્પેકટર દ્વારા કરવામાં આવતી હોય છે. પરંતુ લાંબા સમયથી ડ્રગ ઇન્સ્પેકટરની પચાસ ટકા કરતાં પણ વધુ જગ્યાઓ ખાલી હોવાથી હાલમાં રાજ્યના ૭૦ ટકા કરતાં પણ વધુ મેડિકલ સ્ટોર્સમાં ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ ૧૯૪૦ નું ઉલ્લંઘન કરી ફાર્માસિસ્ટના ભાડાના લાયસન્સ ઉપર ગેરકાયદેસર રીતે ચાલી રહ્યા છે. અને જનતાના આરોગ્ય સાથે ગંભીર રમત કરી રહ્યા છે. એટલું જ નહીં આવા લેભાગુ લોકો દવાની આડ અસરોથી માહિતગાર ન હોઈ તેમજ ફક્ત રૂપિયા કમાવવા જ એમનો ઉદેશ્ય હોઈ નશાના ઉપયોગમાં લેવાતી કોડીન કફ શિરપ, અલ્પ્રાઝોલમ નાઈટ્રાઝૉલમ તેમજ ગર્ભપાતની દવાઓનું બેફામ વેચાણ કરી યુવાધનને બરબાદ કરી રહ્યા છે.

ગુજરાતમા જ્યારે માત્ર ૧૨૦૦૦ મેડિકલ સ્ટોર્સ હતા એ સમયે આદર્શ નીતિ મુજબ પ્રતિ ૧૦૦ મેડિકલ સ્ટોર્સ દીઠ ૧ ડ્રગ ઇન્સ્પેકટર મુજબ કુલ ૮૯ ડ્રગ ઇન્સ્પેકટરનું મહેકમ મંજુર કરવામાં આવ્યું હતું. જેની સામે હાલ માત્ર ૪૧ ડ્રગ ઇન્સ્પેકટર જ છે અને ૪૮ જગ્યાઓ ખાલી છે. હાલની સ્થિતિએ મેડિકલ સ્ટોર્સની સંખ્યા પણ વધીને ૫૫૦૦૦ જેટલી થઈ ગઈ છે. આદર્શ નિતિ મુજબ હાલમાં ૫૫૦ ડ્રગ ઇન્સ્પેકટરની જરૂરિયાત છે જેથી જૂના મહેકમમાં ફેરફાર કરી મહેકમ વધારવાની જરૂર હોવા છતા ય્ઁજીઝ્રએ વિધાનસભાની ચૂંટણી પહેલા બહાર પાડેલ ભરતી કેલેન્ડર મુજબ ૩૨ ડ્રગ ઈન્સ્પેક્ટરની જગ્યાઓની ભરતી ન કરી હોવા છતા આ વર્ષના ભરતી કેલેન્ડરમાં ડ્રગ ઈન્સ્પેક્ટરની ભરતી બાકાત કરી દેતા પરીક્ષાની તૈયારી કરતા ફાર્માસિસ્ટમાં આક્રોશ વ્યાપી ગયો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/