ગુજરાત વિધાનસભામાં ઇમરાન ખેડાવાલાએ સહકાર મંત્રી સમક્ષ સવાલ ઉપાડ્યો

પંદરમી ગુજરાત વિધાનસભાના બીજા સત્રમાં જમાલપુર-ખાડિયા વિધાનસભાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ સહકાર મંત્રીને એપીએમસીમાં અનાજ લે-વેચના ખોટા લાયસન્સ અને ગુમાસ્તા ધારા હેઠળ બોગસ દસ્તાવેજાે બનાવવાનું કૌભાંડ અને કૌભાંડીઓ સામે થયેલ કાર્યવાહી બાબતે પ્રશ્નો મુક્યો હતો. આ સાથે જ તેમણે કૌભાંડીઓ સામે શું કાર્યવાહી કરવામાં આવી તેમ પણ પુછ્યું હતું.
જેનો વિગતવારે ઉત્તર મંત્રીએ આપ્યો હતો. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ વિધાનસભામાં પ્રશ્નો મૂક્યા હતા કે, તા.૩૧-૦૧-૨૦૨૩ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં રાજ્યની કેટલી એપીએમસીમાં અનાજના લે-વેચના ખોટા લાયસન્સ બનાવવાના અને ગુમાસ્તા ધારા હેઠળ બોગસ દસ્તાવેજાે બનાવી કૌભાંડ આચરવાના કેટલા કિસ્સા બન્યા? જેનો સહકાર મંત્રીએ લેખિતમાં જવાબ આપ્યો હતો કે, તા.૩૧-૦૧-૨૦૨૩ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં રાજ્યની ૧(એક) એપીએમસી ઉંઝામાં અનાજના લે-વેચના ખોટા લાયસન્સ બનાવવાના કુલ- ૬ (છ) કિસ્સા બન્યા છે. આ સાથે ઇમરાન ખેડાવાલાએ વધુ એક પ્રશ્ન મુક્યો હતો કે, ઉપરોક્ત કેટલા કિસ્સામાં કેટલા કૌભાંડીઓ સામે શું કાર્યવાહી કરી?
જેનો જવાબ આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, ઉપરોક્ત છ કિસ્સામાં ૬(છ) શખ્સો/કંપની સામે ઘાટલોડિયા પોલીસ સ્ટેશન અમદાવાદમાં છેતરપિંડી, વિશ્વાસઘાટ સહિતના ગુના નોંધવામાં આવ્યા છે. જે અનુસંધાને ઘાટલોડિયા પોલીસ દ્વારા મૌલિક દિનેશકુમાર પારેખ અને ધારક જગદિશકુમાર પટેલની ધરપકડ કરી, નવેમ્બર-૨૦૨૨માં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જ્યારે યોગેશ અમૃતલાલ મોદીની તા.૧૪-૦૨-૨૦૨૩એ ધરપકડ કરવામાં આવી હતી. બાકીના આરોપી પૈકી એક આરોપીની અરજી હાઈકોર્ટમાં પેન્ડીંગ છે, જ્યારે અન્ય આરોપી સામે તપાસ ચાલુ છે.
Recent Comments