fbpx
ગુજરાત

અમદાવાદના વેપારીઓએ CM પાસે કરી આ માગ, ‘વધુ ૬ મહિનાનો વધારો કરવામાં આવે’

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જૂની મિલકત ઉપર બાકી નીકળતી રકમ ઉપર જે વ્યાજ માફીની યોજના હતી તે મુદત પૂરી થઈ ગઈ છે. રિલીફ રોડ ઇલેક્ટ્રોનિક એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીને પત્ર આપવામાં આવ્યો… આ અંગે વધુ વિગતો આપતા રિલીફ રોડ ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશનના પ્રમુખ મેઘરાજભાઈ ડોડવાણી જણાવે છે કે “અમે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો છે અને પહેલા તો આભાર વ્યક્ત કર્યો છે કે જૂની મિલકત વેરા ઉપર નીકળતી રકમ ઉપર લાગતું વ્યાજ ૧૦૦% માફ કરવાની યોજના ખુબ જ આવકારદાયક છે, પરંતુ જયારે વેપારી કે મિલકત ધારકો સિવિક સેન્ટર જાય છે ત્યાં લાંબી લાઈન લાગેલી હોઈ છે. યોજનાની માહિતી મેળવવા ઇન્સ્પેક્ટર હાજર નથી હોતા, કારણ કે તેમને ચારથી પાંચ વોર્ડનો ચાર્જ આપવામાં આવેલો હોઈ છે

. હવે આવી પરિસ્થિતિમાં વેપારીઓ ટેક્સ ભરવા માંગે છે પરંતુ માહિતીના અભાવે ભરી શકતા નથી, અને આના કારણે જ અમે માંગણી કરી રહ્યા છીએ કે મુદતમાં વધુ ૬ મહિનાનો વધારો કરવામાં આવે.” મેઘરાજભાઈ કહે છે કે “કોરોના પછી ધંધામાં મંદી આવેલી છે. ઓન લાઈન વેપાર સામે ઓફ લાઈન વેપાર પડી ભાંગ્યા છે. મિલકત રાખીને પણ તમામ ખર્ચ તો આવે જ છે. આવા સંજાેગોમાં કોમર્શિયલ પ્રોપર્ટી ધારકોને બેવડો માર પડે છે. ઉપરાંત ભાડે રાખેલી પ્રોપર્ટી ઉપર બમણો ટેક્સ વસુલવામાં આવે છે તે પણ ન હોવો જાેઈએ.

ઉપરાંત વર્ષોથી બંધ પડેલી મિલકત ઉપર ૩૦% જ ટેક્સ હોઈ છે. આ પ્રકારની અનેક રજૂઆતો ને પણ ધ્યાને લેવા મુખ્યમંત્રીને રજૂઆત છે.” નાની મોટી દુકાન કે શૉ રૂમ રાખીને ધંધો કરતા વેપારીને લાઈટ બિલ, માણસોનો પગાર, પરચુરણ ખર્ચ તો કરવો જ પડે છે, જ્યારે ઓફ લાઈન બિઝનેસમાં દુકાન કે શો રૂમ નથી રાખવું પડતું. આમ વેપારી પહેલાથી જ સંઘર્ષમાં છે ત્યારે મુખ્યમંત્રી માનવતાવાદી અભિગમ રાખી મુદ્દતને વધુ ૬ મહિના લંબાવે તેવી મેઘરાજભાઈ એ અરજ કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/