fbpx
ગુજરાત

ગુજરાતમાં પાંચમી તારીખ સુધી નહીં આવે માવઠું, પછી છે વીજળી સાથે વરસાદ : GWF

રાજ્યમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટબન્સ અને સાઉથ વેસ્ટ રાજસ્થાનમાં એક સરક્યુલેશન થવાને કારણે રાજ્યમાં માવઠાની સ્થિતિ સર્જાઇ છે. આજે હવામાન વિભાગની આગાહી પ્રમાણે બે દિવસ માવઠાની આગાહી નથી. જ્યારે ૨૪ કલાક બાદ એકથી બે ડિગ્રી તાપમાન વધશે. જ્યારે રાજ્યમાં બે દિવસ બાદ એટલે કે, પાંચથી સાતમી તારીખમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વીજળીની સામાન્ય માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડો. મનોરમા મોહન્તીએ ગુજરાતના હવામાન અંગે આગાહી કરી છે. તેમણે પોતાની આગાહીમાં જણાવ્યુ છે કે, બે દિવસમાં એટલે કે આજે અને આવતીકાલે એટલે ચાર એપ્રિલના રોજ વરસાદ થવાની કોઇ આગાહી નથી. જાેકે, કોઇક કોઇક જગ્યાએ વાદળછાયું વાતાવરણ થઇ શકે છે.

પાંચથી સાત તારીખ વચ્ચે ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે માવઠું થઇ શકે છે. ડો. મનોરમા મોહન્તીના જણાવ્યા પ્રમાણે, બે દિવસ બાદ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, માંડવી, જામનગર, દ્વારકામાં થઇ શકે છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગરમાં પણ માવઠાની આશંકા છે. સાતમી તારીખે દક્ષિણ ગુજરાતમાં માવઠું થવાની આગાહી કરવામાં આવી છે. આ દિવસે સુરત, ભરુચ, નર્મદા, તાપી અને કચ્છમાં પણ વરસાદની શક્યતા છે. ચાર એપ્રિલ માટેની આગાહી – હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓ, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં સૂકું હવામાન રહેવાની આગાહી છે.

પાંચમી એપ્રિલ માટેની આગાહી – ઉત્તર ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ/ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. જેમા બનાસકાંઠા અને સાબરકાંઠા અને કચ્છ જિલ્લામાં માવઠાની આગાહી છે. ગુજરાતના બાકીના જિલ્લાઓમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં તથા પ્રદેશ અને દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં શુષ્ક હવામાનની સંભાવના છે. છઠ્ઠી એપ્રિલ માટેની આગાહી – ઉત્તર ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં જેમકે, બનાસકાંઠા અને સાબરકાંઠા અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ/ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. ગુજરાતના બાકીના જિલ્લાઓમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં તથા પ્રદેશ અને દીવ, દમણ, દાદરા નગર હવેલીમાંશુષ્ક હવામાનની સંભાવના છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/