fbpx
ગુજરાત

આગામી સમયમાં હીટવેવની શક્યતા: નાગરિકોએ સ્વાસ્થ્ય સંબંધી સાવચેતીઓ રાખવી

સમગ્ર રાજ્યમાં  આગામી સમયમાં ઉનાળાની ઋતુ શરુ થતા હીટ વેવના કારણે આરોગ્ય પર થતી વિપરીત અસરોથી બચવા માટે નાગરિકોએ વિશેષ કાળજી રાખવી આવશ્યક છે. હીટ વેવની શક્યતાને જોતા  ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેલ અમરેલી દ્વારા હીટ વેવથી બચવા માટે કેટલીક જાણકારી આપવામાં આવી છે. હીટ વેવના કારણે આરોગ્ય પર થતી વિપરીત અસરોથી બચવા માટે જિલ્લાના નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે. નાગરિકોએ હીટ વેવની શક્યતાને જોતા તકેદારીના પગલાં લેવા અનિવાર્ય છે. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું જોઈએ. બાળકો, સગર્ભા, વૃદ્ધો અને બિમારોની વિશેષ કાળજી રાખવી અનિવાર્ય છે.

હીટ વેવ સંબંધિત માહિતી માટે નાગરિકોએ રેડિયો સાંભળવો જોઈએ, ટી.વી.માં સમાચાર જોવા, હવામાન અંગે સ્થાનિક સમાચારની માહિતી આપતી મોબાઇલ એપ્લિકેશન રાખવી જોઈએ. વાઈ, હ્યદય, કિડની સંબંધિત બિમારીથી પીડાતા વ્યક્તિ જેમના શરીરમાંથી પ્રવાહીની માત્રાનો ઓછો નિકાલ થતો હોય તેમણે ડોક્ટરની સલાહ મુજબ પ્રવાહી લેવું. નાગરિકોએ હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત આખું શરીર અને પોતાનું માથું ઢંકાય તે રીતે સુતરાઉ અને ખુલતા કપડાં પહેરવા. વધુમાં ટોપી, ચશ્મા અને છત્રીનો ઉપયોગ કરવો હિતાવહ છે. ખાસ કરીને નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધો, તથા અશક્ત અને બિમાર વ્યક્તિઓએ તડકામાં વિશેષ કાળજી લેવી આવશ્યક છે.

હીટ વેવના સંજોગોમાં ભીના કપડાથી માથું ઢાંકી રાખો, અવાર-નવાર ભીના કપડાંથી શરીર લૂંછો, વારંવાર માટલાનું ઠંડુ પાણી પીવું. આ ઉપરાંત લીંબુ શરબત, તાડ ફળી અને નાળિયેર પાણી ખાંડ-મીઠાનું દ્રાવણ, ઓ.આર.એસ વગેરે આરોગ્યપ્રદ પીણા પુષ્કળ પ્રમાણમાં પીવા જોઈએ. કાર્યના સ્થળે ઠંડા પીવાના પાણીની વ્યવસ્થા કરવી, કામદાર માટે આરામની વ્યવસ્થા કરવી, શુદ્ધ પાણી, છાશ, ઓ.આર.એસ.ના પેક, પ્રાથમિક સારવારની પેટીની વ્યવસ્થા કરવી, કાર્ય કરતી વખતે સીધો સૂર્યપ્રકાશ ન આવે તેવી તકેદારી રાખવી. જાહેર વાહન વ્યવહારના સાધનો, અથવા કાર પુલીંગનો ઉપયોગ કરવો, સૂકાં પાંદડા, ખેતીનો કે અન્ય કચરો બાળવો નહીં. ઊર્જાના વૈકલ્પિક સ્રોતોનો ઉપયોગ કરવો. ચક્કર આવતા હોય કે બિમારી હોય તેવા સંજોગોમાં તબીબી સલાહ લેવી અથવા ઘરના કોઈપણ સદસ્યને કહેવું.

બજારમાં મળતો ખુલ્લો કે વાસી ખોરાક ખાવો નહીં. બજારમાં મળતા બરફનો ઉપયોગ પણ ટાળવો. લગ્ન પ્રસંગે દૂધ-માવાની આઈટમ ખાવાથી દૂર રહેવું જ હિતાવહ છે. ઉપવાસ કરવાનું ટાળવું સવારનું ભોજન ૧૨ વાગ્યા સુધીમાં લઈ લેવું. ચા-કોફી અને દારુના સેવનથી લૂ લાગવાની શક્યતા વધે છે તેથી તેનું સેવન પણ ટાળવું. હીટ વેવની ચેતવણીના દિવસોમાં બપોરે ૧૨ વાગ્યાથી બપોરે ૦૩ વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું જોઈએ. એર કન્ડિશન્ડનું તાપમાન ૨૪થી વધારે નીચું ન રાખવું જોઈએ. બારીઓને રંગીન કાચ લગાવવો, અથવા સનશેડ લગાવવો, લીલા રંગના છાપરા, ઈન્ડોર છોડ લગાવવાથી તાપમાન નીચું રહે છે.   ગરમીમાં બહારથી ઘરે આવ્યા બાદ શરીરનું તાપમાન નીચું આવે ત્યારબાદ જ નહાવું, શક્ય હોય તો ઘરના બારી અને બારણા સાથે ખસની ટટ્ટી પાણી છાંટી બાંધી રાખવી. ગરમીથી બચવા આટલી તકેદારી રાખવી જોઈએ. ગરમીથી બચવા માટે ખાસ વધુ પ્રમાણમાં પાણી પીવું, છાશ અથવા અન્ય આરોગ્યપ્રદ પ્રવાહી પીણા પીવા જોઈએ. આયુર્વેદ દ્રષ્ટિએ ગરમીની ઋતુમાં વરિયાળી, કાચી કેરી, ગુલાબ, ખસ અને કાળી દ્રાક્ષનું સરબત ગુણકારી છે. લાંબો સમય તડકામાં ન રહીએ અને સીધા સૂર્યપ્રકાશથી બચીએ, હળવા રંગના કપડા પહેરીએ, ઠંડકવાળા સ્થળ પર સમયાંતરે આરામ કરીએ અને નાના બાળકો, વૃદ્ધ સગર્ભાઓનું વિશેષ કાળજી રાખીએ. ઈમરજન્સીની સ્થિતિમાં ૧૦૮ સેવાનો લાભ દ્વારા ત્વરિત સારવાર મેળવીએ.

    લૂ લાગેલી વ્યક્તિની સારવાર માટે ભીના કપડાંનો ઉપયોગ કરવો અથવા તેના માથા પર પાણી રેડો. શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે ઓ.આર.એસ, અથવા લીંબુ સરબત, તોરાની જેવું પ્રવાહી આપવું. લૂ લાગી હોય તેવી વ્યક્તિને તાત્કાલિક નજીકના સ્વાસ્થ કેન્દ્ર પર લઈ જવા. તેના શરીરનું તાપમાન સતત વધતું હોય અથવા નબળાઈ કે ઉલ્ટીના સંજોગોમાં તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવવી.

   હીટ વેવના સંજોગોમાં ઉઘાડા પગે ઘરની બહાર ન જવું. રસોડામાં રસોઈ કરતા સમયે હવાની અવરજવર માટે બારી રાખવી. પાર્ક્ડ વ્હિકલમાં પાળતું પ્રાણી કે બાળકોને એકલા ન રાખવા. વધુ માત્રામાં મસાલાવાળા, તળેલા, વધુ પડતા મીઠાવાળા આહારને ત્યજો.  વધારે પડતી રોશની વાળા વીજળીના બલ્બના ઉપયોગને ટાળવો. કોમ્યુટર સહિનતા બીજા ઊપકરણો જરુર ન હોય તો બંધ રાખવા.

     કૃષિકારોએ ઊભા પાકને હળવું કેમ વારંવાર સિંચન કરવું. નિંદામણ કરી નિયમિત રીતે જમીનના ભેજનું પ્રમાણ જાળવવું. વહેલી સવારે અથવા સાંજે સિંચાઈ કરી. જો તમારા ખેતરના વિસ્તારાં હીટ વેવ કે લૂ  ફૂંકાતા પવનો ફૂંકાતા હોય તો સ્પ્રિંકલરથી સિંચાઈ કરવી.

     પશુપાલકોએ, પશુઓને છાંયડામાં રાખવા. પશુઓ માટે શુદ્ધ તેમજ ઠંડુ પાણી પુષ્કળ પ્રમાણમાં આપી તેમની પાસેથી સવારે ૧૧.૦૦થી સાંજે ૪.૦૦ દરમિયાન કામ ન લેવું. પશુઓના આશ્રય સ્થાનમાં પંખો લગાવવો અથવા તો છતને ઘાંસની ગંજીથી ઢાંકવી. પશુઓને લીલો ચારો આપવો બહુ ગરમીના સંજોગોમાં પાણીનો છંટકાવ કરવો. પશુઓને પ્રોટીન ચરબી વગરનો આહાર આપવો. મરઘા ઉછેર કેન્દ્રમાં પડદા લગાવવા અને હવા ઉજાસની યોગ્ય વ્યવસ્થા કરવી. નાગરિકો પણ તકેદારીના પગલાં ભરી અને હીટ વેવથી બચી શકે તે માટે સાવચેત રહેવા જરુરી પગલાંઓ ભરવા માટે નિવાસી અધિક કલેક્ટરશ્રી, ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેલ અમરેલી દ્વારા એક યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/