fbpx
ગુજરાત

અંકલેશ્વરમાં મહારાષ્ટ્ર સેવા મંડળે અંકલેશ્વરમાં પાણીની પરબ બાંધતા લોકોને રાહત મળી

અસહ્ય ગરમીના કારણે લોકોને પીવાના પાણીની સમસ્યા ઉભી થતી હતી. આથી જી.આઇ.ડી.સી એસટી ડેપો પર મુસાફરોની સુવિધા માટે પાણીની પરબ શરૂ કરવામાં આવ્યું છે. ઉનાળામાં અસહ્ય ગરમી વર્તાતા મુસાફરી કરતાં લોકોને પાણીની તરસ લાગતી હોય છે અને કેટલાક લોકો પાણીની બોટલના ૨૦ રૂપિયા પણ ન ખર્ચી શકતા હોય અને પાણી માટે તરસે વલખા મારવા ન પડે તે માટે પાણીની વ્યવસ્થા થાય તેવી તાતી જરૂરીયાત આ વિસ્તારમાં ઉભી થઈ હતી. ઉનાળાની કાળઝાળ ગરમીમાં વટે માર્ગુઓ અને મુસાફરોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે જન સેવા એ જ પ્રભુ સેવાના ઉદ્દેશથી મહારાષ્ટ્ર સેવા મંડળ અંકલેશ્વરના જી.આઇ.ડી.સી એસટી ડેપો ખાતે વિના મુલ્યે પાણીની પરબનો આજરોજ હનુમાન જયંતીના રોજ શ્રી ફળ વધેરી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પાણીની પરબ ત્રણથી ચાર મહિના અને બાદ એસટી ડેપો સાથે મળી સંચાલન કરવામાં આવશે. ઠંડા પાણીના પરબની શરૂઆત કરવામાં આવતા મુસાફરોને રાહત થશે. શુદ્ધ પીવાના પાણીની પરબની શરૂઆતના પ્રસંગે મહારાષ્ટ્ર સેવા મંડળ અંકલેશ્વર કિરણ માળી અને આમંત્રિતો, જી.આઇ.ડી.સી એસટી ડેપોના અધિકારી, સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આ પ્રસંગે જાહેર જનતા પાણીની પરબનો વધુમાં વધુ લાભ લે એવી અપીલ કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/