fbpx
ગુજરાત

મોદી સરકાર મેગા ટેક્સટાઇલ પાર્ક સ્થાપિત કરશે, ૨૦ લાખથી વધુ રોજગારી મળશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે (૧૭ માર્ચ) જાહેરાત કરી હતી કે દેશના ૭ રાજ્યોમાં ટેક્સટાઇલ પાર્ક સ્થાપવામાં આવશે. તેમણે કહ્યું છે કે પીએમ મિત્ર મેગા ટેક્સટાઈલ પાર્ક તમિલનાડુ, તેલંગાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં બનાવવામાં આવશે. પીએમ મોદીએ ખુદ ટ્‌વીટ કરીને આ જાણકારી આપી છે. તેમણે ટ્‌વીટમાં લખ્યું, “ઁસ્ મિત્રા મેગા ટેક્સટાઈલ પાર્ક ૫હ્લ (ફાર્મ ટુ ફાઈબર ટુ ફેક્ટરી ટુ ફેશન ટુ ફેશન ટુ ફોરેન) વિઝનને અનુરૂપ ટેક્સટાઈલ સેક્ટરને પ્રોત્સાહન આપશે. એ જણાવતા આનંદ થાય છે કે પીએમ મિત્રા મેગા ટેક્સટાઈલ પાર્ક તમિલનાડુ, તેલંગાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત, એમપી અને યુપીમાં સ્થાપવામાં આવશે.” તેમણે વધુમાં કહ્યું કે, “ઁસ્ મિત્ર મેગા ટેક્સટાઈલ પાર્ક ટેક્સટાઈલ સેક્ટર માટે અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડશે, કરોડોનું રોકાણ પણ લાવશે અને લાખો નોકરીઓનું સર્જન કરશે.

આ ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘મેક ફોર ધ વર્લ્ડ’નું ઉત્તમ ઉદાહરણ હશે. બીજી તરફ, ટેક્સટાઇલ મંત્રાલય વતી એવું કહેવામાં આવ્યું છે કે ઉત્પાદન સંબંધિત પ્રોત્સાહન હેઠળ, ટેક્સટાઇલ ઉદ્યોગમાં અત્યાર સુધીમાં લગભગ ૧,૫૩૬ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. આ યોજના હેઠળ આગામી ૫ વર્ષમાં કુલ ૪,૪૪૫ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ પાર્ક પીપીપી મોડલ પર વિકસાવવામાં આવનાર છે. આ ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘મેક ફોર ધ વર્લ્ડ’નું ઉત્તમ ઉદાહરણ હશે. સરકારના મેગા ઈન્ટીગ્રેટેડ ટેક્સટાઈલ પાર્કને વિકસાવવાનો ઉદ્દેશ્ય એક જ જગ્યાએથી મેન્યુફેક્ચરિંગ, માર્કેટિંગ, ડિઝાઈનિંગ અને એક્સપોર્ટના કપડાં બનાવવાનો છે. નિષ્ણાતો માને છે કે તમામ પાયાની સુવિધાઓ એક જ જગ્યાએ મળવાથી ટેક્સટાઇલ સેક્ટરમાં મોટી સંખ્યામાં નોકરીઓનું સર્જન થવાની સાથે એક્સપોર્ટ માર્કેટમાં તેજી આવશે. વાસ્તવમાં, ભારતમાં કાપડ ક્ષેત્ર મોટી સંખ્યામાં નોકરીઓ પ્રદાન કરે છે. દેશ વિશ્વમાં કપડાનો છઠ્ઠો સૌથી મોટો એક્સપોર્ટર છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/