fbpx
ગુજરાત

સુરતમાં આઈબીવી ફાઈનાન્સનો ભાગેડુ આરોપી રાકેશ ભીમાણી ઝડપાયો

સુરત શહેરના વરાછા અને આસપાસના નાગરિકોને કરોડો રૂપિયાનો ચુનો ચોપડનારા અને શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બનેલી આઈબીવી ફાઈનાન્સના ભાગેડુ આરોપીઓ પૈકી રાકેશ ભીમાણીને ઈકો સેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછ દરમ્યાન રાકેશ ભીમાણીએ જણાવ્યું હતું કે, તેણે ઉચાપત કરેલી મોટા ભાગની ૨કમનું રિઅલ એસ્ટેટમાં રોકાણ કર્યું હતું. જાેકે, આ દરમ્યાન તેનો પરિવાર ભાડાના મકાનમાં રહેતો હોવાનું જણાવતાં ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.જાેકે પોલીસ તપાસ આ મામલે મોટા ખુલાસા આગામી દિવસ કરે તેવી શકયતા છે. પિતા અને પુત્રોએ ઠગાઈમાં મળતી માહિતી અનુસાર, શહેરના વરાછા-સીમાડા સહિત આસપાસના નાગરિકોને સોનાના ઘરેણા સામે ઉંચા વ્યાજે લોન આપવાના નામે ઉઠમણું કરતાં સેંકડો નાગરિકોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો હતો.

આ આખા પ્રકરણમાં એક પછી એક ૮૫ જેટલા નાગરિકો દ્વારા સ્થાનિક પોલીસ મથકોમાં અરજી કરવામાં આવતાં ઠગાઈનો આંકડો ૩ કરોડ સુધી પહોંચી ગયો હતો. જેને પગલે પોલીસ કમિશનર દ્વારા આ પ્રકરણમાં ઈકો સેલને તપાસની જવાબદારી સોંપવામાં આવી હતી. ઈકો સેલ દ્વારા આઈબીવી ફાયનાન્સને તાળુ મારીને નાસી છૂટેલા ધીરૂભાઈ અને તેમના બે પુત્રો રાકેશ અને તુષારને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરવામાં આવતાં અંતે રાકેશને ઝડપી પાડવામાં સફળતા સાંપડી છે. સોનાના ઘરેણાં તેણે તમિલનાડુ બેંકમાં જમા કરાવ્યા હતા. અઠવામાં રાકેશ હોવાની બાતમી મળતાં પોલીસે તેને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપીએ જણાવ્યું હતું કે, લોકો પાસેથી લીધેલા સોનાના ઘરેણાં તેણે તમિલનાડુ બેંકમાં જમા કરાવ્યા હતા અને હાલ ૧૧ કિલો સોનુ બેંકમાં જમા હોવાની ચોંકાવનારી માહિતી તેણે આપી હતી. જાેકે આરોપીને કોર્ટમાં રજૂ કરી પોલીસવાળા રિમાન્ડની માંગની પણ કરવામાં આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/