fbpx
ગુજરાત

અમદાવાદ જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ

જિલ્લા આયોજન મંડળની બેઠકમાં અમદાવાદના કલેક્ટર પ્રવીણા ડી.કે. તથા સાંસદશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખ અને ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા


અમદાવાદ જિલ્લાના કુલ ૧૦ કરોડ ૮૪ લાખનાં ૫૦૫ કામોને બહાલી આપવામાં આવી

અમદાવાદમાં જિલ્લા સેવા સદન, કલેક્ટર કચેરી ખાતે વિકેન્દ્રિત જિલ્લા આયોજિત મંડળની મહત્ત્વપૂર્ણ બેઠક અમદાવાદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં યોજવામાં આવી. જિલ્લા આયોજન મંડળના ઉપાધ્યક્ષ અને અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ પારૂબહેન અંબારામભાઈ પઢાર તથા સહ ઉપાધ્યક્ષ અને કલેક્ટર પ્રવીણા ડી.કે. ઉપરાંત સ્થાનિક સાંસદ તથા ધારાસભ્યો, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મેહુલ દવે, નિવાસી અધિક કલેક્ટર સુધીર પટેલ સહિતના જિલ્લાના પદાધિકારીઓ તથા ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા આયોજન મંડળની બેઠકમાં મંત્રી ઋષિકેશ પટેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે જનસમૂહની પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી તે રાજ્ય સરકારની પ્રાથમિક ફરજ છે. આ માટે રાજ્ય સરકાર પરિણામલક્ષી કામગીરી કરે છે. આ સુવિધાઓ ઊભી કરતાં વિકાસ કામો અને જનહિતલક્ષી કામોનું આયોજન ઉપરાંત તેનું અમલીકરણ એવું સુપેરે થવું જાેઈએ કે ખર્ચાયા વિનાનો એક પણ રૂપિયો પરત જમા ન કરાવવો પડે. જિલ્લા આયોજન મંડળની બેઠકમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત ખાસ કરીને ખાસ પછાત વિસ્તાર સહિત વિવેકાધીન નગરપાલિકાનાં આયોજનો મંજૂર કરવામાં આવ્યાં હતાં

આ ઉપરાંત સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની યોજનાનું વર્ષ ૨૦૨૩-૨૪નું આયોજન મંજૂર કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં તાલુકા કક્ષાના ૯ કરોડ ૪૭ લાખનાં ૪૮૧ કામો, નગરપાલિકાના ૧ કરોડ ૩૭ લાખનાં ૨૪ કામો, જ્યારે જિલ્લાના કુલ ૧૦ કરોડ ૮૪ લાખનાં ૫૦૫ કામોને બહાલી આપવામાં આવી હતી. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ યોજનાનાં ૩૫ લાખનાં ૧૪ કામોને મંજૂર કરાયાં હતાં. આ બેઠકમાં જિલ્લા આયોજનની વિવિધ જાેગવાઈઓ હેઠળ મંજૂર થયેલાં કાર્યોની સમીક્ષા પણ હાથ ધરવામાં આવી હતી. બાકી રહેલાં કામો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વિવિધ જાેગવાઈઓ હેઠળ મંજૂર થયેલાં કાર્યોની પોર્ટલ પર રિયલ ટાઇમ ઓનલાઇન એન્ટ્રી તથા જિઓ ટેગિંગની બાબત પણ ચર્ચવામાં આવી હતી. આ ઉપરાંત એમપીએલએડીએસ હેઠળ મંજૂર થયેલાં કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા આયોજન મંડળની બેઠકમાં જિલ્લાના આયોજન અધિકારીઓ સહિતના વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, અમદાવાદના વિવિધ તાલુકાઓના તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તેમજ અમદાવાદ જિલ્લાની વિવિધ નગરપાલિકાઓના પ્રમુખશ્રીઓ તથા ચીફ ઑફિસરો સામેલ થયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/