fbpx
ગુજરાત

તલાટીની પરીક્ષામાં પરીક્ષા શરૂ થવાના નિયત સમયે જ પેપર અપાશે ઃ પંચાયત સેવા પસંદગી બોર્ડના ઈન્ચાર્જ હસમુખ પટેલ

તલાટીની પરીક્ષા પાછી ઠેલાઈને ૭ મેના રોજ લેવાની જાહેરાત કરાઈ છે. ત્યારે ૭ મેના યોજાનાર તલાટીની પરીક્ષા અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. તલાટીની પરીક્ષામાં સાડા ૧૨ વાગ્યે જ પેપર આપવામાં આવશે તેવી સ્પષ્ટતા પંચાયત સેવા પસંદગી બોર્ડના ઈન્ચાર્જ હસમુખ પટેલ દ્વારા કરવામા આવી છે. તલાટીની પરીક્ષા આપનારા ઉમેદવારોએ અગાઉ વહેલું પેપર આપવા રજૂઆત કરી હતી. ત્યારે આ અંગે હસમુખ પટેલે ટ્‌વીટ કરી જાણકારી આપી છે કે, પરીક્ષા શરૂ થવાના નિયત સમયે જ પેપર અપાશે.

હસમુખ પટેલે ટ્‌વીટમાં જણાવ્યું કે, ઉમેદવારોને પરીક્ષા શરૂ થવાના યોગ્ય સમયે જ પેપર આપવામાં આવશે. વહેલા પેપર નહિ અપાય. અંગૂઠાનું નિશાન અને ઉમેદવારની સહી પ્રશ્નપત્ર અપાય તે પહેલા કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે સંમતિ પત્ર વિશે પણ ફરીથી ઉલ્લેખ કર્યો છે કે, તેમણે કહ્યું કે, જાે કે પરીક્ષા પહેલાં ૨૦ એપ્રિલ સુધીમાં ઉમેદવારોએ સહમતી પત્ર ભરવું પડશે. સહમતી પત્ર ભરનાર ઉમેદવાર જ પરીક્ષા આપી શકશે. પંચાયત પસંદગી મંડળ દ્વારા ૭ મેના રોજ તલાટીની ભરતી પરીક્ષા લેવાશે. ત્યારે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જણાવાયું કે, બિન જરૂરી વ્યય ન થાય તે માટે પૂર્વ મંજૂરી લેવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. સંમતિ પત્ર આપનાર ઉમેદવાર જ પરીક્ષા આપી શકશે.

બે અરજી થઈ હોય તેમને એક અરજી માટે સંમતિ પત્ર આવરવાની રહેશે. તૈયારી કરનાર ઉમેદવાર જ સંમતિ આપે તેવી વિનંતી છે. જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ૪૧ ટકા ઉમેદવાર હાજર રહ્યા હતા, ૫૯ ટકા ઉમેદવાર ગેરહાજર રહેતા પેપર ઓએમઆર શીટનો વ્યય થયો હતો. તેથી તલાટીની પરીક્ષામાં ૨૦ તારીખ સુધી સવારે ૧૧.૦૦ વાગ્યા સુધી સંમતિ પત્ર ભરી શકાશે. સરકારને પરીક્ષા કેન્દ્રો મળ્યા છે, જેટલા લોકોને પરીક્ષા આપવી છે તેટલા લોકો જ સંમતિ પત્ર ભરે. તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા માટે કન્ફર્મેશન પ્રક્રિયા શરૂ થઈ છે. ઓજસની વેબસાઈટ પર કન્ફર્મેશનની પ્રક્રિયા શરૂ કરવામા આવી છે. ઉમેદવારોએ કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાંખવાની રહેશે. અલગ અલગ કંફર્મેશન નંબરથી અલગ અલગ ફોર્મ ભરેલા હશે તો પરીક્ષામાથી ગેરલાયક ઠેરવાશે. ઓનલાઈન કંફર્મેશન આપનાર જ તલાટીની ભરતી પરિક્ષા આપી શકશે. ઉલ્લેખનીય છે કે, આગામી ૭ મે ના રોજ તલાટીની પરીક્ષા યોજાવાની છે. ગુજરાત સેવા પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલે કન્ફર્મેશન ફોર્મને લઇ જણાવ્યું હતું કે આ ફોર્મ ભરવાનો મુખ્ય હેતુ એટલો છે કે સંશાધનોનો ખોટો ઉપયોગ ન થાય અને ખોટા ખર્ચ અટકાવી શકાય. આ ર્નિણય ભવિષ્યની પરીક્ષા માટે પણ ઉપયોગી સાબિત થશે. તેમજ પેપર છપાવવા અને અન્ય વધારાનો ખર્ચ થાય છે તેના પર કાબુ મેળવી શકાશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/