fbpx
ગુજરાત

અમદાવાદમાં CBI અને NDRF ની ટીમને લાગી મોટી સફળતા, આરોપીએ નદીમાં ફેંકેલા બંને મોબાઇલ ફોન શોધી કાઢ્યા

દિલ્લીની ઝ્રમ્ૈંની ટીમ અને દ્ગડ્ઢઇહ્લની ટીમે બે દિવસથી અમદાવાદમાં ધામા નાંખ્યા હતા, તેઓ સાબરમતી નદીમાં બે મોબાઈલ ફોનની શોધખોળ કરી રહી છે. છેતરપિંડી કેસમાં સંડોવાયેલા એક આરોપીએ પુરાવાનો નાશ કરવા માટે પોતાના બે મોબાઈલ ફોન સાબરમતી નદીમાં ફેંક્યા હતા. ઝ્રમ્ૈંની પૂછપરછમાં આ ખુલાસો થયો હતો. બાદમાં આરોપીને અમદાવાદ લાવવામાં આવ્યો હતો અને તેણે મોબાઈલ ફેંકેલા સ્થળે તપાસ હાથ ધરવામાં આવી છે. સાબરમતી નદીમાં ઝ્રમ્ૈંની ટીમ દ્ગડ્ઢઇહ્લને સાથે રાખીને છેલ્લા બે દિવસથી બે મોબાઈલ ફોન શોધી રહી હતી અને આખરે સફળતા મળી છે. જાણો શું છે સમગ્ર કેસ?.. તે જાણો.. આયકર વિભાગના આસિસ્ટન્ટ કમિશનર વિવેક જાેહરીની લાંચ કેસની ચાલી રહેલી તપાસમાં ઝ્રમ્ૈં દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈએ રૂપિયા ૩૦ લાખની લાંચ લેવાનો કેસ નોંધ્યો હતો.

એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ૦૪.૧૦.૨૦૨૨ ના રોજ ગુજરાતની છઝ્રમ્ દ્વારા બનાવટી કાર્યવાહી દરમિયાન તત્કાલીન મદદનીશ કમિશનરે ઉક્ત વધારાના કમિશનરને તેમની ઓફિસમાંથી છટકી જવા માટે મદદ કરી હતી. આ સિવાય તત્કાલિન એડિશનલ કમિશનરે એસીબીની પકડમાંથી છટકી જતા પહેલા બે મોબાઈલ હેન્ડસેટ આસિસ્ટન્ટ કમિશનરને આપ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. પુરાવાને હાથ ન લાગી શકે તે માટે તત્કાલિન આસિસ્ટન્ટ કમિશનરે એડિશનલ કમિશનરની સૂચનાથી બે મોબાઈલ સાબરમતી નદીમાં ફેંકી દીધા હોવાનો પણ આક્ષેપ કરાયો હતો. સીબીઆઈએ ડાઈવર્સ અને અન્ય એજન્સીઓની મદદથી સાબરમતી નદીમાંથી બંને મોબાઈલ કબજે કર્યા છે. ધરપકડ કરાયેલા આરોપીને અમદાવાદની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને તેને ૧૭.૦૪.૨૦૨૩ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/