fbpx
ગુજરાત

TAT-૨માં ઉમેદવાર પરીક્ષાખંડમાં મોબાઈલ સાથે પકડાય તો શું થશે કાર્યવાહી?..તે જાણો..

રાજ્ય પરીક્ષા બોર્ડે ્‌ઈ્‌-૧નું સંચાલન સફળ રીતે પૂર્ણ કર્યા બાદ હવે શિક્ષક યોગ્યતા કસોટી ્‌ઈ્‌-૨ પણ સફળ રીતે લેવાય તેવા પ્રયાસ શરુ કર્યા છે. પરીક્ષા દરમિયાન કોઈ કોપીકેસ, ગેરરીતિ કે ચોરીની ઘટના ન બને તેને લઈને પૂર્ણ રીતે તકેદારી રાખવામાં આવી રહી છે. આટલા સફળ આયોજન છતાં ્‌ઈ્‌-૨માં જાે કોઈ ઉમેદવાર મોબાઈલ સાથે પકડાય તો તેની સામે પોલીસ ફરિયાદ કરવાની સૂચના આપવામાં આવી છે. સાથે જ જાે કોઈ પરીક્ષાર્થી પાસેથી ગેરરીતિને લગતું સાહિત્ય કે સાધન મળી આવે તો તેની સામે ગેરરીતિનો કેસ કરવાની સૂચના આપવામાં આવી છે. આગામી ૨૩ એપ્રિલના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ્‌ઈ્‌-૨ લેવામાં આવશે. જે માટે રાજ્યભરમાંથી અંદાજે ૨ લાખ ૭૬ હજાર ૬૬ ઉમેદવારો પરીક્ષા આપવાના છે. ત્યારે આ પરીક્ષામાં કોઈપણ પ્રકારની અવ્યવસ્થા કે ગેરરીતિ ન થાય અને સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટે ખાસ એસઓપી તૈયાર કરવામાં આવી છે. જે મુજબ પરીક્ષા આપનાર ઉમેદવાર પરીક્ષાખંડમાં પોતાની ઓળખ માટેનું ફોટો આઈડીકાર્ડ લઈ જઈ શકશે. ઉમેદવાર હોલ ટિકિટ અને ઓળખકાર્ડ સિવાય અન્ય કોઈપણ પુસ્તક, કાગળ, સાહિત્ય, બ્લુટુથ ડિવાઈસ, મોબાઈલ, કેલ્ક્યુલેટર, ડિઝીટલ કેમેરા, સ્માર્ટવોચ, ઈયરફોન કે કોઈ ઈલેક્ટ્રોનિક્સ સાધન પરીક્ષા કેન્દ્રમાં લઈ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જાે કોઈ ઉમેદવાર મોબાઈલ સાથે પકડાય તો સ્થળ સંચાલકએ તરત પોલીસ ફરિયાદ કરવાની સુચના આપવામાં આવી છે. પરીક્ષા દરમિયાન પરીક્ષા ખંડમાં કોઈ ઉમેદવાર અન્ય કોઈ ઉમેદવાર સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કે વસ્તુની આપલે કરી શકશે નહીં, ઉમેદવાર પાસેથી ગેરરીતિનું સાહિત્ય મળે તો તેની સામે ગેરરીતિનો કેસ કરવા સૂચના આપવામાં આવી છે. જે ઉમેદવાર સામે ગેરરીતિનો કેસ નોંધાયો હોય તે ઉમેદવારની ઓએમઆર સીટના મથાળે લાલશાહીથી ગેરરીતિ લખવામાં આવશે. તેમજ તેની સાથે મળી આવેલ ગેરરીતિનું તમામ સાહિત્ય અલગથી સીલ કરવાની સૂચના આપવામાં આવી છે. જાેકે, ઉમેદવારને પ્રશ્નપત્રનો સમય પૂર્ણ થાય ત્યાં સુધી જવાબો લખવા દેવાના રહેશે. સાથે જ ગેરરીતિ પહેલાના લખાયેલા પ્રશ્નોની નોંધ કરી લેવાની સૂચનાઓ આપવામાં આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/