fbpx
ગુજરાત ભાવનગર

વદ્યાર્થી નેતા યુવરાજસિંહનું નિવેદન, સતાવી રહ્યો છે પોતાની હત્યાનો ડર!..

મારા જીવને જાેખમ હોવાનું જણાવ્યું છે. આજે નહી તો કાલે મને પતાવી દેવામાં આવશે. મારી હત્યા કરવામાં આવી શકે છે. હિટ એન્ડ રન કરી મારી નાખવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે… આ શબ્દો છે યુવા નેતા યુવરાજસિંહ જાડેજાના. જેઓ છેલ્લા લાંબા સમયથી સ્પર્ધાત્મક પરીક્ષા આપનારા ઉમેદવારોના પડખે ઉભા છે અને વિવિધ કૌભાંડો બહાર પાડી રહ્યાં છે. યુવરાજસિંહ જાડેજા ભાવનગર એસ.ઓ.જી. સમક્ષ હાજર થયા છે. ભાવનગર એસ.ઓ.જી.એ યુવરાજસિંહ જાડેજાને સમન્સ પાઠવ્યું હતું. ત્યારે તે પહેલા યુવરાજ સિંહે પત્રકાર પરિષદ યોજીને અનેક સવાલો કર્યાં છે. યુવરાજ સિંહ જાડેજાએ પૂર્વ શિક્ષણ મંત્રી જિતુ વાઘાણી સામે ગંભીર આરોપ લગાવ્યા છે.

યુવરાજ સિંહ જાડેજેએ પૂર્વ શિક્ષણ મંત્રી જિતુ વાઘાણીને પણ સમન્સ પાઠવવા માંગ કરી. યુવરાજસિંહ જાડેજાએ કહ્યું કે પૂર્વ શિક્ષણ મંત્રી જિતુ વાઘાણીને પણ સમન્સ પાઠવવામાં આવે અને જિતુ વાઘાણીથી પણ પૂછપરછ કરવામાં આવે.. યુવરાજસિંહ જાડેજાએ ગૌણ સેવા પસંદગી મંડળના પૂર્વ અધ્યક્ષ અસિત વોરા સામે પણ આક્ષેપો કર્યા છે. યુવરાજસિંહ જાડેજાએ અસિત વોરાના નામનું સમન્સ બહાર પાડવા પણ માગ કરી છે. યુવરાજસિંહે કહ્યું છે કે મારી પાસે ૩૦ લોકોના નામની યાદી છે અને હું પોલીસ પૂછપરછમાં નામ ૩૦ લોકોના નામ આપીશ. યુવરાજ સિંહે કહ્યું કે મે ભાજપનો ખેસ નથી પહેર્યો એટલે મને ફસાવવામાં આવી રહ્યું છે. યુવરાજ સિંહે કહ્યું કે, મારું સમન નીકળતુ હોય તો, અવધેશ, અવિનાશ અને જશુ ભીલનું પણ સમન નીકળવું જાેઈએ. અસીત વોરાનું પણ સમન નીકળવુ જાેઈએ. તેમના સમળકાળ દરમિયાન કૌભાંડો થયો હતો.

સમન પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીનું પણ નીકળવુ જાેઈએ. જાે મારું નામ આવતુ હોય તો અસિત વોરાનું પણ નામ આવશે. પંચાયત સેવા પસંદગી બોર્ડના અધ્યક્ષ, મંત્રી જીતુ વાધાણીનું પણ નામ આવશે. મારું નિવેદન લેવામાં આવતું હોય તો એ સમયે તેઓ શિક્ષણ મંત્રી હતા. તેમના નેજા હેઠળ કૌભાંડો થયા તો એ પણ તેનાથી બચી ન શકે. તમામ લોકો આ પ્રકરણ સાથે સંકળાયેલા છે. અમે સવાલે અને જવાબોથી ભાગીશું નહિ. આ રાજકીય ષડયંત્ર છે, અમને દબાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ચૂંટણીમાં ટિકિટ સમયે પણ દબાવવાનો પ્રયાસ થયો હતો. જે તે સમયે ઓફર લઈને પણ આવ્યા હતા. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પોતાની હત્યાનો ડર વ્યક્ત કર્યો. તેણે કહ્યું કે, મારી હત્યા કરવા માટે ષડયંત્ર રચાઈ રહ્યું છે. આજે નહીં તો કાલે મને પતાવી દેવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/