fbpx
ગુજરાત

બોર્ડની પરીક્ષામાં યુવરાજસિંહના આક્ષેપ બાદ શિક્ષણ વિભાગ હરકતમાં, જાહેર વીડિયો મુદ્દે થઈ શકે છે તપાસ

ડમી ઉમેદવાર કાંડ બાદ યુવરાજસિંહે વધુ એક ધડાકો કર્યો છે. યુવરાજ સિંહે સ્પર્ધાત્મક પરીક્ષા ઉપરાંત ધોરણ ૧૨માં પણ ડમી કાંડના પુરાવા જાહેર કર્યા છે. ઋષિ બારૈયા નામના ડમી વિદ્યાર્થીએ પરીક્ષા આપી હોવાની કબૂલાત કરતો વીડિયો પણ યુવરાજે જાહેર કર્યો છે. ઋષિ બારૈયાએ અમરેલીની તુન્ની વિદ્યામંદિર શાળામાં બોર્ડની પરીક્ષા આપી હતી. આ સિવાય અન્ય એક વિદ્યાર્થીનું નામ પણ યુવરાજે જાહેર કર્યું છે. તેમણે ઁદ્ભના કહેવાથી પરીક્ષા આપી હતી. યુવરાજસિંહ જાડેજા દ્વારા જાહેર થયેલા બોર્ડની પરીક્ષામાં ડમીકાંડનો મામલે યુવરાજસિંહના આક્ષેપ બાદ શિક્ષણ વિભાગ હરકતમા આવ્યું છે. યુવરાજસિંહ દ્વારા જાહેર થયેલા વિડીઓ બાબતે શિક્ષણ વિભાગ તપાસ કરી શકે છે. શિક્ષણ વિભાગ સીસીટીવીના આધારે તપાસ કરે તેવી સંભાવના છે. ધોરણ ૧૨ની પરીક્ષામાં પણ ભૂતિયા ઉમેદવારો બેસતા હોવાના યુવરાજસિંહના આરોપ બાદ શિક્ષણ વિભાગની ઊંઘ હરામ થઈ ગઈ છે. સૂત્રોનું માનીએ તો શિક્ષણ વિભાગ પોતાને લોકોની નજરોમાં નિષ્પક્ષ સાબિત કરવા ધોરણ ૧૨ ડમીકાંડમાં બોર્ડની પરીક્ષા સમયના ઝ્રઝ્ર્‌ફના આધારે તપાસ કરી શકે છે. જાે કે યુવરાજે પુરાવા જાહેર કર્યા તેનાથી એ શંકા વધુ દ્રઢ બની છે કે સરકારી ભરતી બોર્ડની જેમ ધોરણ ૧૦-૧૨ના બોર્ડમાં પણ ભૂતિયા ઉમેદવારો બેસે છે અને તેમને બોર્ડ પકડી શક્યું નથી. આ બોર્ડની સરેઆમ નિષ્ફળતા છે. ઉલ્લેખનીય છે કે, યુવરાજે આજે આરોપ લગાવ્યો છે કે ડમી કાંડમાં નાની માછલીઓ નહી મોટા મગરમચ્છ સંડોવાયેલા છે. એમનાં નામ આવતી કાલે યુવરાજસિંહ જાહેર કરશે. યુવરાજસિંહે દાવો કર્યો છે કે ગુજરાત બોર્ડની પરીક્ષામાં ડમી કાંડ ૨૦૦૪ થી ચાલી રહ્યો છે એટલે કે છેલ્લાં ૧૯ વર્ષથી ગુજરાતમાં ભૂતિયા ઉમેદવારો બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે અને મુન્નાભાઈઓ પાસ થઈને આગળ વધી રહ્યા છે. આગામી દિવસોમાં ગુજરાત ફાઈલનું વધુ ચેપ્ટર ખુલશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/