fbpx
ગુજરાત

ગરમીમાં ટાઈફોઈડ-કમળાથી બચવા અમદાવાદના ડૉક્ટરોની આ બાબતોનું ધ્યાન રાખવાની સલાહ

અમદાવાદ સહિત રાજયભરમાં ગરમીનો પારો ઉંચે જઈ રહ્યોં છે. સ્વાભાવીક છે કે ગરમી વધતા ગરમી સંબંધિત લુ લાગવી, હાઈ ફીવર ડિહાઈડ્રેશન જેવી બિમારીઓનો ખતરો તો રહેતો જ હોય છે પરંતુ સાથે સાથે ગરમીમાં ટાઈફોઈડ ઉપરાંત કમળો એટલે કે હિપેટાઈટીસ એનો ખતરો પણ વધી જાય છે. ત્યારે કમળાથી બચવા માટે ડોકટર્સની આ ટીપ્સ તમને થઈ શકે છે ઉપયોગી. જાણો ગરમીમાં ટાઈફોઈડ અને કમળાથી કેવી રીતે બચી શકાય.. આમ તો આ વખતે ઉનાળાના પ્રારંભ સાથે જ કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યોં છે. અને હજુ આગામી દિવસોમાં રેકોર્ડ બ્રેક ગરમી પડે તેવી આશંકાઓ સેવાઈ રહી છે. ગરમીના સમયમાં ડોક્ટર્સ ડિહાઈડ્રેશનથી બચવા વધુ માત્રામાં પાણી પીવાની કે પ્રવાહી પિવાની સલાહ આપતા હોય છે. જાે કે ગરમીમાં હીપેટાઈટીસ એનો પણ ખતરો રહેતો હોય છે. ભૂખ ન લાગવી, નબળાઇ લાગવી, તાવ રહેવો, ઝાડા થવા અને ઉબકા આવવા જેવા આ વાયરસના ચેપના લક્ષણો છે. શું છે હિપેટાઈટીસ છ વાયરસ?.. તે જાણો.. હિપેટાઈટીસને સાદી ભાષામાં કમળો કહેવાય છે. જ્યાં સ્વચ્છતાનો અભાવ હોય ત્યાં હિપેટાઈટેસ છ વાયરસ જાેવા મળતો હોય છે. ખુલ્લામાં થતી શૌચક્રિયાઓના સ્થળે આ વાયરસ ઝડપથી ફેલાય છે.

આ વાયરસ દુષિત પાણી વાટે કે દુષિત ખોરાક વાટે આપણા શરીરમાં પ્રવેશે છે. સ્વચ્છતા રાખવી, દૂષિત જળ કે અન્ય દુષિત પ્રવાહી ન લેવા જેવા રક્ષણાત્મક પગલાંથી આ વાયરસથી બચી શકાય છે. હિપેટાઈટીસ વાયરસથી બચવા શુ કરશો?.. તે જાણો.. કોઈ પણ આહાર કે નાસ્તો આરોગતા પહેતા હાથને યોગ્ય રીતે સેનીટાઈઝરથી સાફ કરવા, સ્વચ્છ અને ઉકાળેલુ પાણી પીવું શરીર માટે હિતાવહ છે અને ખુલ્લામાં વેચાતો ખોરાક લેવાનું ટાળવું જાેઈએ.. આ અંગે સિનિયર ફિજીશિયન અને સ્વામીનારાયણ મેડિકલ કોલેજના એસોસિએટ પ્રોફેસર ડો. પ્રવિણ ગર્ગ જણાવે છે કે સામાન્ય રીતે ગરમી હોય એટલે શરીરમાં ડિહાઈડ્રેશન થાય તેવા સમયે વધારે પાણી પીવાની જરુર પડતી હોય છે. તરસ લાગે ત્યારે ઘણીવાર પાણીની ગુણવત્તા જાેયા વગર જ પાણી પી લેતા હોઈએ છીએ. તેમણે વધુમાં જણાવ્યું કે, આ ઉપરાંત ઘણીવાર જાહેર રસ્તા પર વેચાતી પાણી પુરી, ચાટ, ભજીયા ઉપરાંત તળેલી ચીજવસ્તુઓ આપણે ખાતા હોઈએ છીએ. જાે આવી ચીજવસ્તુઓ જ્યાં વેચાતી હોય ત્યાં સ્વચ્છતાનો અભાવ હોય અને ખોરાક પ્રદુષિત હોય તો પણ હિપેટાઈટીસ એ થવાનો ખતરો વધી જાય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/