fbpx
ગુજરાત

રાજ્ય સરકારના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ થકી સુશાસન વ્યવસ્થા વધુમાં વધુ સુદ્રઢ બની રહી છે

ગુજરાત રાજ્યમાં સ્વાગત કાર્યક્રમનાં ૨૦ વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. લોકાભિમુખ વહીવટના ઉમદા ઉદ્દેશથી યોજાતા આ કાર્યક્રમને એપ્રિલ-૨૦૨૩માં સફળતાના ૨૦ વર્ષ પૂર્ણ થયા છે. પ્રધાનમંત્રીશ્રી અને ગુજરાત રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા રાજયમાં સ્વાગત કાર્યક્રમની શરુઆત કરવામાં આવી હતી.  જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને વડીયા-કુંકાવાવ તાલુકા સ્વાગત કાર્યક્રમનું આયોજન મામલતદાર કચેરી, વડીયા મુકામે કરવામાં આવ્યું હતુ. તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વડીયા અને કુંકાવાવના ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નો સહિત શહેરી વિસ્તારના પ્રશ્નોની રજૂઆત અરજદારોએ કરી હતી. લોકાભિમુખ વહીવટી પ્રક્રિયા સુશાસન વ્યવસ્થાને વધુમાં વધુ મજબૂતી પ્રદાન કરે છે.

     વડીયાના સુરગપરા રહેઠાણ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો વસવાટ કરે છે. ઘણા સમયથી અહીં વીજળીના લો વોલ્ટેજનો વિકરાળ પ્રશ્ન હતો. આ વિસ્તારના અરજદાર શ્રી તુષારભાઈ પ્રફુલભાઈ ગણાત્રાએ વીજળી વિષયક પ્રશ્નને તાલુકા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયા સમક્ષ રજૂ કર્યો હતો. જિલ્લા કલેક્ટરશ્રી દહિયા દ્વારા વીજળી લો વોલ્ટેજના પ્રશ્નનું તત્કાલ સ્થળ પર જ હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું હતું.

    અરજદાર શ્રી તુષારભાઈ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે, વડીયા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં એકસાથે અનેક પ્રશ્નો રજૂ થયાં અને તેમાં અમારા સુરગપરા વિસ્તારનો વીજળી લો વોલ્ટેજનો પ્રશ્ન હતો અને અમને આ પ્રશ્નનું સમાધાન તુરંત જ મળતાં હવે અમારા વિસ્તારમાં વીજળી વિષયક લો વોલ્ટેજ સમસ્યાનો અંત આવ્યો છે. હું વ્યક્તિગત રીતે અને અમારા વિસ્તાર વતી જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા અને તાલુકા વહીવટી તંત્ર, વીજળી વિભાગ અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરુ છું.

    મહત્વનું છે કે, વડીયા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં તાલુકાના રોડ રસ્તા રીપેરીંગ-પેચવર્ક, આંગણવાડી સાફ સફાઈ-ગટર રિપેરીંગ, સ્ટ્રીટ લાઈટ, વિધવા સહાય મંજૂરી, ગેરકાયદેસર દબાણ હટાવવા, એસ.ટી બસ સેવાના બંધ રુટ ચાલુ કરવા સહિતના અરજદારોના વિવિધ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.

    રાજ્ય સરકારના લોકાભિમુખ વહીવટથી નાગરિકો અવગત થાય અને તેનો મહત્તમ લાભ મેળવી શકે તે ઉદ્દેશથી જિલ્લા અને તાલુકા કક્ષાએ સ્વાગત કાર્યક્રમ નિયમિત રીતે યોજવામાં આવે છે. નાગરિકોના પ્રશ્નોનું ગુણાત્મક રીતે નિરાકરણ થઈ રહ્યું છે, આ વ્યવસ્થા થકી સરકારી કામકાજમાં ચોક્કસતા આવી રહી છે અને સુશાસન પ્રક્રિયામાં નાગરિકો સક્રિય ભાગીદાર બનીને સરકારની નજીક આવી રહ્યા છે. આમ હવે ગુજરાતમાં છેલ્લા ૨૦ વર્ષથી સ્વાગત કાર્યક્રમની લોકપ્રિયતા થકી વહીવટી વ્યવસ્થાને મજબૂતી મળી રહી છે અને લોકકલ્યાણની ભાવના વધુ સશક્ત બની રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/