fbpx
ગુજરાત

AAP ના કાર્યકર પર પ્રાણઘાતક હુમલો, રીલ બનાવી કરી વાયરલ

ફિલ્મોમાં અને મોટા શહેરોમાં થતી ગેંગવોર હવે નવસારી જેવા નાના શહેરોમાં પણ શરૂ થઈ છે. સાથે જ ભાઈગીરીનો રોફ જમાવવા ગુંડાતત્વો મારામારીના વિડીયો સોશ્યલ મીડિયામાં રીલ બનાવી વહેતા કરતા પણ અચકતા નથી. ત્યારે ગત રોજ નવસારીમાં આમ આદમી પાર્ટીના કાર્યકર ઉપર તેની સાથે ફરતા અસમાજિકતત્વોએ જૂની અદાવતમાં લોખંડના પાઇપ વડે પ્રાણઘાતક હુમલો કરી તેને અધમૂઓ છોડી ભાગી છૂટયા હતા. જેમને નવસારી ન્ઝ્રમ્ પોલીસે ગણતરીના કલાકોમાં સુરતથી ઝડપી પાડી જેલના સળિયા ગણાતા કર્યા છે. નવસારીનું વિજલપોર મીની ભારત તરીકે ઓળખાય છે અને અહીં નાની નાની ગેંગ પણ ઉછરી રહી છે. જેમાં બે નંબરના ધંધા સાથે મારામારીની ઘટનાઓ પણ બનતી રહે છે. ત્યારે મારામારી સહિત અનેક ગુનાઓમાં સંકળાયેલા સિદ્ધાર્થ ઉર્ફે સિદ્ધુ ઠોરાટ, મયુર ઉર્ફે કોકરોચ શિંદે અને આકાશ આમરે સાથે વિજલપોરના જ આમ આદમી પાર્ટીના કાર્યકર ગોપાલ જગતાપની મિત્રતા હતી. સાથે જ વિજલપોરના અન્ય અસામાજિક તત્વો સાથે પણ ગોપાલ સંપર્કમાં હતો.

જેથી ગોપાલ સામેની ગેંગને બાતમી આપતો હોવાની શંકા આકાશ ગેંગને હતી. જેની સાથે જ અન્ય મુદ્દે પણ ગોપાલ સાથે તેમને અદાવત હતી. જેથી ગત રોજ સાંજે ગોપાલને ફોન કરીને કાગદીવાડ નજીક મહિલા કોલેજ પાસે બોલાવ્યો હતો અને ત્યારબાદ તેની સાથે ઝઘડો કરી આકાશ, સિદ્ધુ અને મયુર લોખંડના સળિયા લઈને તૂટી પડ્યા હતા. જેની સાથે માર મારતો વિડીયો બનાવી તેને સોશ્યલ સાઈટ ઈન્સ્ટાગ્રામ ઉપર રિલ બનાવી અપલોડ કરી અન્યોને મેસેજ આપી ભાઈગીરી દર્શાવી હતી. હુમલામાં ઘાયલ ગોપાલને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયો હતો. સમગ્ર મામલે ગોપાલના પિતાએ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ આપતા હરકતમાં આવેલી નવસારી ન્ઝ્રમ્ પોલીસે ભાગી છૂટેલા ત્રણેય આરોપીઓને ગણતરીના કલાકોમાં સુરતથી દબોચી લીધા હતા. સિદ્ધુ થોરાટ, આકાશ આમરે તેમજ મયુર ઉર્ફે કોકરચ શિંદેની ધરપકડ કરી આગળની તપાસ અર્થે નવસારી ટાઉન પોલીસને સોંપ્યા છે. પકડાયેલા ત્રણેય આરોપીઓ રીઢા ગુનેગાર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જેમાં આકાશ આમરે સામે તો ૩૦ જેટલા ગુનાઓ નોંધાયા છે. જ્યારે સિદ્ધુ સામે ત્રણ અને કોકરાચ સામે બે ગુના પોલીસ ચોપડે નોંધાયા છે. ત્યારે આવા તત્વો ઉપર પોલીસ કડક નાસિયત કરે એવી માંગ શહેરમાં ઉઠવા પામી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/