fbpx
ગુજરાત

તલાટીની પરીક્ષા આપનારા ઉમેદવારો ખાસ આ કોલ લેટર અંગેના અપડેટ વિષે જાણો..

ગુજરાતભરમાં ૭ મેનાં રોજ તલાટીની પરીક્ષા યોજાનાર છે. તલાટી કમ મંત્રીની ભરતીની લેખિત પરીક્ષા માટે ૭.૭૬ લાખ ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કર્યા છે. અમદાવાદ સહિત વિવિધ શહેરમાં ૨,૬૯૭ કેન્દ્ર પર પરીક્ષા યોજાશે. પરીક્ષા માટે કુલ ૮.૬૪ લાખ ઉમેદવારોએ સંમતિ આપી દીધી છે. ત્યારે હવે સૌની નજર ૭ મેના રોજ લેવાનાર પરીક્ષા પર છે. પરીક્ષાના દિવસે વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્ર સાબદું થયું છે. તકેદારીના તમામ પગલા લેવામા આવી રહ્યાં છે. ૭ મેના રોજ ગુજરાતભરમાં તલાટીની પરીક્ષા યોજાનાર છે. ત્યારે ૯૦ ટકાજેટલા ઉમેદવારોએ અત્યાર સુધી કોલ લેટર ડાઉનલોડ કરી લીધા છે. પરીક્ષાની તૈયારી માટે પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. પરીક્ષા સમિતિઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરીને પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. તલાટની પરીભા માટે ૮.૬૪ લાખ ઉમેદવારોએ સંમતિ આપી હતી. જેની સામે ૭.૭૬ લાખ ઉમેદવારોએ તો કોલ લેટર ડાઉનલોડ કરી લીધા છે. પરીક્ષામા વ્યવસ્થા અંગે હસમુખ પટેલે જણાવ્યું કે, જે જિલ્લાનો ઉમેદવાર હોય તેને તે જિલ્લામાં કેન્દ્ર ફાળવાયુ નથી. ઉમેદવારોના હિતમાં અને પ્રમાણિક લોકો સરકારમા આવે તેવો અમારો પ્રયાસ છે. હાલ અમે નોંધ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં ઉમેદવારોની સંખ્યા વધુ છે. તેથી તેમને મહેસાણા, પાટણ અને અમદાવાદ સુધી કેન્દ્રો ફાળવાયા છે. તેઓ સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે એસટી અને રેલવે દ્વારા વ્યવસ્થા પણ કરવામાં આવશે. હાલ વેકેશનનો સમય ચાલી રહ્યો હોવાથી બસોમાં ભીડ જાેવા મળી રહી છે. ત્યારે પરીક્ષા સમયે ઉમેદવારો માટે બસોની વ્યવસ્થાક રવામા આવશે. આ ઉપરાંત વિવિધ સંસ્થાઓ દ્વારા રહેવા-જમવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી તેઓએ અપીલ કરી છે. તાજેતરમાં જ ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી. જેમાં કુલ ૩.૯૨ ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી. ત્યારે તલાટીની પરીક્ષામાં તેના કરતા બમણા ઉમેદવારો છે. જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ૯ લાખ ઉમેદવારો નોંધાયા હતા, પરંતુ માત્ર ૩.૯૨ લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/