fbpx
ગુજરાત

ગુજરાતના ૫૧ તાલુકામાં પડ્યો કમોસમી વરસાદ… સૌથી વધુ તાપીના વાલોદમાં એક ઈંચ નોંધાયો

રવિવારે ગુજરાતના ૫૧ તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં તાપીના વાલોડમાં સૌથી વધુ ૧ ઈંચ વરસાદ ખાબક્યો. તો જ્યારે સુરત અને પાટણ વિસ્તારમાં અડધો અડધો ઈંચ વરસાદ પડ્યો. પરંતું આ વચ્ચે અમરેલી જિલ્લો ચર્ચામાં આવ્યો. અમરેલીની ગલીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જાેવા મળી હતી. અમરેલીમાં વરસાદી પાણીમાં ટ્રક ફસાતા ૫ લોકોને રેસ્ક્યૂ કરીને બચાવી લેવાયા હતા. પરંતુ માવઠું હવે જતુ રહેશે એવુ ન વિચારતા. ૨ મેથી ફરી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ગાજવીજ સાથે વરસાદ પડશે. સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ કમોસમી વરસાદ ફરી આવશે. આ માટે ખેડૂતોને સાવચેતી માટે વિશેષ પગલા લેવા સૂચના અપાઈ છે. ભર ઉનાળે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઇકલોનિક સર્ક્‌યુલેશનને કારણે ગુજરાતમાં ઠેર-ઠેર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છમાં સતત પાંચમાં દિવસે વરસાદ નોંધાયો હતો. ગઈકાલે અમરેલી, રાજુલા, બાબરીધાર સહિતના વિસ્તારોમાં ૩ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.

જેને લઇને બાબરીયાધારની ઘીયળ નદીમાં ઘોડાપૂર આવ્યું છે, જેમાં એક ટ્રક તણાઇ આવતા જી.આર.ડી જવાનોએ રેસ્ક્યૂ કરીને પાંચ લોકોનો જીવ બચાવ્યો છે. અમરેલીના રાજુલાના ગ્રામ્ય વિસ્તારમા પવન સાથે ધોધમાર વરસાદ ગઈકાલે સાંજથી તૂટી પડ્યો હતો. બાબરીધાર બર્બટાણા વિસ્તારમાં ધોધમાર વરસાદ આવતા ઘીયળ નદીમાં પૂર આવ્યું હતું. જેમાં ધસમસતા પ્રવાહ વચ્ચે પાણી આવતા ટ્રક તણાયો હતો. આ બાદ જી.આર.ડી જવાનો દ્વારા ૫ માણસોને નદીમાંથી રેસ્ક્યુ કરી બચાવાયા હતા. ઉલ્લેખનીય છે કે, માત્ર ગુજરાત જ નહિ, દિલ્હી, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા અને બિહાર સહિત દેશનાં ૨૦ રાજ્યોમાં કમોસમી વરસાદની સ્થિતિ હાલ છે. ઉનાળામાં ચોમાસા જેવો વરસાદ પડતાં લોકોને હાલાકી તો પડી રહી છે. પરંતુ વાતાવરણમાં ગરમીમાંથી મુક્તિ મળી છે. રાજ્ય પર હજુ પણ માવઠાનું સંકટ તોળાઈ રહ્યું છે. ૨ મેથી ફરી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ગાજવીજ સાથે વરસાદ પડશે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડશે. ખેડૂતો માટે હવામાન વિભાગે એડવાઈઝરી જાહેર કરી કરે છે. જેમાં કહ્યું છે કે, પવન સાથે વરસાદથી પાકને નુકસાન થઈ શકે છે. ખેડૂતોને સાવચેતી માટે વિશેષ પગલા લેવા સૂચના છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/