fbpx
ગુજરાત

ખેડૂતોને ખેત ઉત્પાદિત પાક, કાપણી કરેલ પાક તાત્કાલિક સલામત સ્થળે ખસેડવા સૂચના

રાજયના સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના અમરેલી, ભાવનગર, બોટાદ, દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લા ઉપરાંત અમદાવાદ, આણંદ, બનાસકાંઠા,દાહોદ, ગાંધીનગર, મહેસાણા, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, ડાંગ, તાપી, સુરત, વલસાડ સહિતના જિલ્લાઓમાં તા.૦૫ મે, ૨૦૨૩ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની સંભાવના હોવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. હવામાન ખાતાની આ આગાહીના પગલે ખેડૂતોને ખેત ઉત્પાદિત પાક,  કાપણી કરેલ પાક તાત્કાલિક સલામત સ્થળે ખસેડવા સૂચના છે. શાકભાજી તેમજ બાગાયતી પાકોને ઉતારી લેવા તેમજ તૈયાર ખેત પેદાશો તથા ઘાસચારાને સલામત સ્થળે ખસેડવા, એપીએમસી અથવા ખરીદ કેન્દ્ર તેમજ અન્ય ગોડાઉનો ખાતે ખેત જણસીના જથ્થાને સલામત સ્થળે રાખવા તેમજ ખેત જણસીના જથ્થાને કોઈ પ્રકારનું નુકશાન ન થાય તે માટે જરુરી વ્યવસ્થા કરવી. વધુ જાણકારી અર્થે સંબંધિત વિસ્તારના ગ્રામ સેવક / વિસ્તરણ અધિકારી / તાલુકા અમલીકરણ અધિકારી / મદદનીશ ખેતી નિયામક (તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (તાલીમ), KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર – ૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામકશ્રી, અમરેલીએ એક  યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/