fbpx
ગુજરાત

વીજળીના બિલમાં તોતિંગ વધારો!… ગુજરાત સરકારે ગૂપચૂપ વધાર્યા વીજળીના ભાવ!..

ગુજરાત સરકાર એક તરફ એવુ કહે છે કે ગુજરાતમાં વીજળીના ભાવમાં વધારો થઈ નથી રહ્યો. પરંતુ સરકારનો આ દાવો સાવ પોકળ સાબિત થઈ રહ્યો છે. સરકાર હકીકતમાં બંધ બારણે ગૂપચૂપ રીતે વીજળીના દરોમાં ભાવ વધારો કરી રહી છે. એફપીપીએ એટલે કે ફ્યુઅલ સરચાર્જના નામે ફરી ભાવવધારો કરવામા આવ્યો છે. ગુજરાતમાં મહિને ૨૦૦ યુનિટ વાપરતા રહેણાંકના ગ્રાહકો પાસેથી ઉત્તરોઉત્તર વધુ નાણાં વસૂલવામાં આવી રહ્યાં છે. નિષ્ણાતો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતમાં ગરીબ ગ્રાહકોને પણ સરકાર લૂંટી રહી છે.

તેમની પાસેથી વધુ ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે. મધ્યમ અને નાના પરિવારો પાસેથી દર મહિને ૧૩૮ રૂપિયા વધુ વસૂલવામાં આવી રહ્યાં છે. આ ગ્રાહકો પાસેથી એપ્રિલ, ૨૦૨૨ ના મહિનામાં આ ભાવ વસૂલવામાં આવ્યો છે. જેમાં ૨૦૦ યુનિટ વાપરતા સરકારી ગ્રાહકો પાસેથી ફિકસ્ડ ચાર્જ પેટે રૂપિયા ૭૦, એનર્જિ ચાર્જ પેટે રૂપિયા ૭૪૩ અને ફ્યુઅલ સરચાર્જ પેટે યુનિટ દીઠ રૂપિયા ૨.૫૦ લેખ ૫૦૦ વસૂલવામાં આવ્યા છે. આમ, કુલ મળીને ૧૩૧૩ રૂપિયા ગ્રાહકોના ખિસ્સામાંથી સરકારે ખંખેરી લીધા છે. તો વર્ષ ૨૦૨૩ ના એપ્રિલ મહિનાની વાત કરીએ તો, ફિક્સ ચાર્જ અને એનર્જિ ચાર્જ યથાવત છે, પરંતુ ફ્યુઅલ ચાર્જ યુનિટ દીઠ રૂપિયા ૩.૧૦ને કારણે ૧૨૦ રૂપિયા વધી ગયા છે.

આમ, એક જ વર્ષમાં એક મહિનામાં ૨૦૦ યુનિટ વાપરનારાઓને સીધો ૧૩૮ રૂપિયાનો વધારો સહન કરવો પડે છે. એપ્રિલ ૨૦૨૨ માં ૧૫ ટકા ઈલેક્ટ્રિસિટી ડ્યુટી તરીકે જે ૧૩૭ રૂપિયા ચૂકવવા પડતા હતા, તે એક વર્ષના ગાળા બાદ એપ્રિલ, ૨૦૨૩ માં ૨૧૫ થઈ ગયા છે. એક તરફ ગુજરાત સરકાર વીજળી વધવાના બણગા ફૂંકે છે, પંરતુ બીજી તરફ બંધ દરવાજે વીજળીના ભાવ વધારી રહી છે અને ગ્રાહકોને ખબર પણ પડતી નથી. ગ્રાહકો જ્યારે પોતાનું લાંબુલચક બિલ આવે છે ત્યારે ચોંકી જાય છે. આમ, રહેણાંકના ગ્રાહકો પાસેથી સરકાર વધુ રૂપિયા વસૂલી રહી છે. મોંઘવારીના માર વચ્ચે ગ્રાહકો આ ભાવવધારો સહન કરી શકે તેમ નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/