fbpx
ગુજરાત

અનુસૂચિત જાતિના ખેડુતોને બાગાયત કચેરી દ્વારા વિનામૂલ્યે હાઇબ્રીડ શાકભાજીની કિટ આપવામાં આવશે

 રાજ્ય સરકાર દ્વારા રાજ્યના અનુસૂચિત જાતિના ખેડુતો માટે વિવિધ પ્રકારની યોજનાકીય સહાય અમલી કરવામાં આવી છે. આ યોજનાકીય સહાય અન્વયે શાકભાજીની ખેતી કરતા હોય અનુસૂચિત જાતિના ખેડુત ખાતેદારોને તેવા યોજનાકીય સહાય બાગાયત કચેરી, અમરેલી દ્વારા  આપવામાં આવે છે.  વર્ષ-૨૦૨૩-૨૪ માટે  શાકભાજીના હાઇબ્રીડ બિયારણ કિટ્સ વિનામૂલ્યે આપવાની યોજના અમલી છે. આ યોજના હેઠળ લાભ મેળવવા ઇચ્છુક હોય તેવા  અમરેલી જિલ્લાના અનુસૂચિત જાતિના ખેડુતોએ, ૭/૧૨, ૮-અ, આધારકાર્ડની નકલ તથા સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ અનુસુચિત જાતિ અંગેનો દાખલો સહિતના જરુરી સાધનિક કાગળો- દસ્તાવેજો સાથે લક્ષ્યાંકની મર્યાદાને ધ્યાનમાં રાખી સમય મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે અમરેલી જિલ્લાની, નાયબ બાગાયત નિયામકશ્રી, બાગાયત કચેરી, સરદાર ચોક, ચક્કરગઢ રોડ, અમરેલીનો સંપર્ક કરવો. આ અંગે વધુ માહિતી અને વિગતો માટે અમરેલી બાગાયત કચેરીના ફોન નં.(૦૨૭૯૨) ૨૨૩૮૪૪ નો સંપર્ક કરવો, તેમ નાયબ બાગાયત નિયામકશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/