fbpx
ગુજરાત

સુરતમાં ૧.૯૦ કરોડનું કૌભાંડ, ફેરિયાના નામે બોગસ પેઢી ખોલીને વેપારીએ આચર્યુ કૌભાંડ

સુરતમાં વધુ એક મોટું કૌભાંડ સામે આવ્યુ છે. ઈર્ંેં કૌભાંડમાં બદનામ થઇ ચૂકેલાં યુનુસ ચક્કીવાલાએ પોતાની દુકાનમાં નોકરી કરતા કર્મચારીના પુત્રને અત્તરના ધંધા માટે લોન અપાવવાના નામે ડૉક્યૂમેન્ટ એકઠા કરીને બોગસ પેઢી ખોલીને કૌભાંડ આચર્યુ છે. આ કૌભાંડ લગભગ ૧.૯૦ કરોડનું હોવાનુ સામે આવ્યુ છે. આ કૌભાંડ બહાર આવ્યા બાદ અત્તરવાળાના કાગળોથી ૧.૮૯ કરોડ ૈં્‌ઝ્ર લેનારા એક્સપોર્ટર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આઠ બનાવટી પેઢીમાં સાથે વેપાર કરવાનું તથા પાકિસ્તાન, ચીન અને અફઘાનિસ્તાનમાં પણ વેપાર કર્યાનું દર્શાવી ૧.૯૦ કરોડની ઇનપુટ ક્રેડિટ મેળવી સરકાર સાથે છેતરપિંડી કરી હતી. જી.એસ.ટી. તથા ઇનકમટેક્ષમાંથી ઉપરાછાપરી નોટિસ આવતાં પોતાના પિતાના શેઠે કરેલા કૌભાંડનું ભોપાળું બહાર આવતાં યુવાને ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે, સુરતમાં ચોકમાં અત્તરના વેપારીએ લૉન લેવા ડૉક્યૂમેન્ટો આપ્યા હતા, આમાં જેમાં બોગસ પેઢીઓ ઊભી કરી ૧.૮૯ કરોડ રૂપિયાની ટેક્સ ક્રેડિટ મેળવી લીધી હતી. આ મામલે જ્યારે ફરિયાદ થઇ ત્યારે કાપડ આયાત-નિકાસ કરતા યુનુસ અબ્દુલ્લાહ ચક્કીવાલા સામે આખરે ઠગાઈનો ગુનો દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી દીધી હતી. આરોપી યુનુસ કાપડની ઈમ્પોર્ટ- એક્સપોર્ટનો બિઝનેસ કરે છે. કહેવાઇ રહ્યું છે કે, ચોકબજાર સિન્ધીવાડમાં રહેતા અને અત્તરનો વેપાર કરતા ૩૯ વર્ષીય ઉવેશ સોપારીવાલા કાકાની દુકાને ગયો હતો, તે સમયે યુનુસ સાથે તેની ઓળખાણ થઈ હતી. જાેકે બાદમાં સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/