fbpx
ગુજરાત

અમદાવાદ અને રાજકોટ ખાતે યોજાયેલ નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં અમરેલીની મહાદેવ ઈલેવન ટીમ બની ચેમ્પિયન

અમરેલી નાઈ સમાજ અમદાવાદ દ્વારા યુવા સમર્પણ પ્રિમિયર લીગ નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ. અમદાવાદ નજીક આવેલાં એનાસણ ગામનાં નીલકંઠ ફાર્મમાં આયોજીત આ ટૂર્નામેન્ટમાં ગુજરાતમાંથી અમદાવાદ, સુરત, રાજકોટ, અમરેલી જીલ્લાની આઠ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં અમરેલી જીલ્લાની મહાદેવ ઈલેવને ઓલરાઉન્ડર પર્ફોર્મન્સ કરતાં ચેમ્પિયન બની હતી તથા અમદાવાદ બ્લેક પેન્થરે રનર્સ અપ ટ્રોફી મેળવી હતી. 

આ જ ટીમો વચ્ચે મે મહિનાની 14 તારીખે સૌરાષ્ટ્રમાં પુન: નાઈટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ. જસદણના યુવા આગેવાનો દ્વારા કરૂણાનંદ પ્રિમિયર લીગ (KPL) નું રાજ સમઢિયાળા, રાજકોટ ખાતે શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહાદેવ ઈલેવન અમરેલીએ આક્રમક દેખાવ કરતાં વિજેતા થયાં હતાં તો યજમાન સંતોષ ઈલેવન જસદણ ફાઈનલ સુધી પહોચી હતી.

યુવા સમર્પણ લીગને સફળ બનાવવા સ્પોન્સર જયંતિભાઈ રાડોડ (હેમાલી ક્રિએશન), દિપકભાઈ મિયાત્રા, ઉદયદીપ ચૌહાણ – ભૂમિલ મકવાણા, શ્રી કરૂણાનંદ યુવા સંગઠન સુરત તેમજ આયોજક રિતેશ શેલાર, સન્ની રાઠોડ, સાગર રાઠોડ, અંકિત શેલાર તથા અશ્વિન વાઢેરે જહેમત ઉઠાવી હતી. 

શ્રી કરૂણાનંદ યુવા પ્રિમિયર લીગના સ્પોન્સર વિરલ સરકત (ધ યુનિક બ્યુટી પાર્લર), ડૉ. પંકજભાઈ બડમલિયા, શૈલેષભાઈ મકવાણા, કમલેશભાઈ ગલચર, શ્રી કરૂણાનંદ શિક્ષણ વિકાસ સમિતિ સુરત સાથે આયોજનને સફળ બનાવવા રાકેશભાઈ પરમાર, વિજય મકવાણા, દિપક ચૌહાણ, સંજય મકવાણા, કમલેશ ગલચર, ભરત વાળા, નિકુંજ ઘુમલિયાએ જહેમત ઉઠાવી હતી. 

બન્ને ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બનેલ મહાદેવ ઈલેવન અમરેલીના કેપ્ટન ગિરીશ સરવૈયા, વાઈસ કેપ્ટન જય શેલાર, નિશિથ ખડદિયા, મનિષ સરવૈયા વિવેક સરવૈયા (કાનો), ચિરાગ મૈસુરિયા, હાર્દિક ભટ્ટી, કેયૂર બડમલિયા, સંદીપ મૈસુરિયા, જય મૈસુરિયા, તુષાર પરમાર સહિત ટોપ પરફોર્મ કરનારા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં. 

અમરેલી જીલ્લાની ચેમ્પિયન ટીમને કરૂણાનંદ સેના સૌરાષ્ટ્રના પ્રમુખ મનહરભાઈ સલખના, મંત્રી કમલ શેલાર તેમજ નાઈ સમાજ સાવરકુંડલાના પ્રમુખ બિપીનભાઈ શેલાર, મંત્રી લલિત મૈસુરિયા સહિત અકાળાના પૂર્વ સરપંચ ભૂપતભાઈ મૈસુરિયા, રાજેશભાઈ સલખના (બાબરા), ધીરૂભાઈ મકવાણા (ચલાલા), ભરતભાઈ સરકત (લીલીયા), ગોપાલભાઈ ભટ્ટી (બગસરા) જીંજુડાના મનસુખભાઈ રાઠોડે અભિનંદન પાઠવી વિજેતા ટીમને બિરદાવી હતી એમ વિપુલ ભટ્ટીએ જણાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/