fbpx
ગુજરાત

ચિંતન શિબિર-૨૦૨૩ સમાપન સમારોહઃ એકતાનગર

આરોગ્ય મંત્રી ૠષિકેશ પટેલે કહ્યું કે-
*ગુજરાતના કલ્યાણ માટેના વૈચારિક મંથનની ત્રણ દિવસની ‘ચિંતન-મનન શિબિર’ ફળદાયી રહી

એકતાનગર ખાતે તા.૧૯ થી ૨૧ મે દરમિયાન આયોજિત ત્રિ-દિવસીય ચિંતન શિબિરનો આજે સમાપન સમારોહ યોજાયો હતો. જે સંદર્ભે આરોગ્ય મંત્રી ૠષિકેશ પટેલે મીડિયા સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે, સૌ મંત્રીઓ, અધિકારીઓ સહિત જેમના શિરે ગુજરાતનું ભલું કરવાની, વંચિત, પીડિત, શોષિતોના હમદર્દ બનવાની જવાબદારી છે તે સૌ માટે સાડા છ કરોડ ગુજરાતીઓના કલ્યાણની નવી દિશા, નવી ઉર્જા મેળવવા માટેના વૈચારિક મંથનની આ ત્રણ દિવસની ‘ચિંતન-મનન શિબિર’ શિબિર ફળદાયી રહી છે. ગુજરાતના બહેતર વિકાસનો રોડમેપ તૈયાર કરવામાં આ શિબિરમાં થયેલું મનોમંથન મહત્વપૂર્ણ બનશે.

વિવિધ ચર્ચા સત્રોમાં સૌ મંત્રીઓ, સચિવો, અધિકારીઓ નહીં, સિનિયર, જુનિયરના ભેદ નહીં પણ એક સામાન્ય શિબિરાર્થી બન્યા હતા. પોતાની શક્તિઓ, ક્ષમતાઓને ઉજાગર કરી સામૂહિક ચિંતન મનન વિચાર વિમર્શ કરીને પ્રજાને સુશાસન, યોજનાકીય લાભો અને સુખાકારી અર્પવા માટે મોટીવેટ અને પ્રતિબદ્ધ બન્યા છે. જેની ઝલક હરેક ચર્ચામાં જાેવા મળી છે તેનો સંતોષ વ્યકત કર્યો હતો.
તેમણે આર્ટીફિશીયલ ઈન્ટેલિજન્સ (એ.આઈ.)ના સકારાત્મક ઉપયોગથી વહીવટને વધુ સરળ, પીપલ સેન્ટ્રીક બનાવીશું એવી પણ ચર્ચાવિચારણા થઈ છે એમ જણાવી નવી ટેકનોલોજી અપનાવવા રાજ્ય સરકાર હરહંમેશ તત્પર અને અગ્રેસર રહી છે, ત્યારે સરકારની કામગીરીને અસરકારક બનાવવા આર્ટીફિશીયલ ઈન્ટેલિજન્સ ગુજરાતના પ્રશાસનિક વહીવટનો ભાગ બનશે એમ ઉમેર્યું હતું.

પ્રજાલક્ષી યોજનાઓ આમજનતા સુધી પહોંચાડવામાં સરકારી કર્મયોગીઓ સેતુરૂપ હોય છે, ત્યારે કર્મયોગીઓનું ક્ષમતા નિર્માણ થાય, સંવાદ અને વ્યવહારમાં કુશળ, તાલીમબદ્ધ અને અનુશાસિત બને એ માટે ગહન ચર્ચા કરીને યોગ્ય દિશામાં નક્કર આયોજન કરવામાં આવશે એમ શ્રી પટેલે જણાવ્યું હતું.
પ્રજાની જે અપેક્ષાઓ સરકાર પાસે, વહીવટીતંત્ર પાસે છે તેને પરિપૂર્ણ કરવા સૌ સંકલ્પિત થયા છે એમ જણાવતા મંત્રીએ ઉમેર્યું કે વિચારો, સૂચનો, ર્નિણયોના આદાનપ્રદાન અને અમલીકરણ સાથે રાજ્યના વહીવટને ગતિશીલ બનાવીશું. વધુમાં ગુડ ગવર્નનન્સને વધુ લોકભોગ્ય બનાવવા વિવિધ પેરામીટર્સ પર મોડેલ તૈયાર કરવા, બાળ-માતામૃત્યુને ઘટાડવા સહિત વિવિધ ધ્યેય મંત્રો સાથે આગળ વધી આગામી વર્ષોમાં રાજ્યના વિકાસની ગતિને વધુ વેગવાન બનાવીશું એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/