fbpx
ગુજરાત

મધ્ય ભારતમાં ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ ઓડીસા મહારાષ્ટ્રમાં સામાન્ય ચોમાસુ રહેવાની સંભાવના

હવામાન વિભાગે વર્ષ ૨૦૨૩ના ચોમાસાને લઇને પૂર્વાનુમાન કર્યુ છે. આ વર્ષે ગુજરાતમાં ચોમાસુ સામાન્ય અથવા સામાન્યથી ઓછુ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય ભારતમાં ચોમાસુ સામાન્ય રહેવાનું અનુમાન છે. જેથી મધ્ય ભારતમાં ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ ઓડીસા મહારાષ્ટ્રમાં સામાન્ય ચોમાસુ રહેવાની સંભાવના છે. કાળઝાળ ગરમીમાં શેકાઇ રહેલા લોકો માટે રાહતના સમાચાર છે. કેરળમાં ૪ જૂન સુધીમાં ચોમાસાની એન્ટ્રી થઇ શકે છે. ૈંસ્ડ્ઢએ ચોમાસાને લઇને પૂર્વાનુમાન જાહેર કર્યું છે. જે મુજબ ગુજરાતમાં ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ચોમાસુ સામાન્ય રહેશે. ચાલુ વર્ષે ૯૬ ટકા સરેરાશ વરસાદ વરસી શકે છે. જાે કે ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમાં ચોમાસુ સામાન્યથી થોડુ ઓછું રહી શકે છે. અલ નીનોની અસર છતાં હવામાન વિભાગે ચોમાસુ સામાન્ય રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે હીટ વેવનું પ્રમાણ ઓછું રહ્યું હોવાનું હવામાન વિભાગે જણાવ્યું. દક્ષિણ રાજ્યોમાં ચોમાસાનું આગમન ગત વર્ષે ૨૯ મેએ, ૨૦૨૧માં ત્રીજી જૂને અને ૨૦૨૦માં એક જૂને થયું હતું. કેરળમાં ચોમાસાની શરૂઆત દ્વારા ભારતમાં દક્ષિણ-પશ્ચિમમાં ચોમાસાનું આગમન નક્કી કરવામાં આવે છે.

સામાન્ય રીતે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ૧ જૂને કેરળમાં પ્રવેશ કરે છે. ચોમાસું બેસવામાં લગભગ ૭ દિવસનો વિલંબ અથવા વહેલું આવતું હોય છે. આ વર્ષે કેરળમાં દક્ષિમ-પશ્ચિમ ચોમાસાના આગમનમાં થોડો વિલંબ થવાની સંભાવના છે. કેરળમાં ૪ જૂને ચોમાસાના આગમનની સંભાવના છે.એક તરફ હવામાન વિભાગે ચોમાસાને લઇને પૂર્વાનુંમાન કર્યુ છે. બીજી તરફ ગુજરાતમાં ગરમીથી આંશિક રાહત મળશે. રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. વેસ્ટર્ન ડિલ્ટર્બન્સના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. ૨૮ અને ૨૯ મે એ ગુજરાતમાં વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની વરસી શકે છે. પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી છે. આણંદ, ભરૂચ, અમરેલી, રાજકોટ, ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. રાજ્યમાં ભારે પવન ફુંકાવાની શક્યતા છે. જેના પગલે આગામી ૨ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/