fbpx
ગુજરાત

સુરતમાં અષાઢી બીજે રાજ્યના સૌથી મોટા રથ પર ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે

અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે ભાવિ ભક્તોને દર્શન આપવા માટે રાજયના સૌથી મોટા રથ પર સવાર થઈ નગર ચર્ચાએ નીકળશે. સુરત વરાછા ખાતે આવેલા ઇસ્કોન મંદિર દ્વારા ગુજરાતનો સૌથી મોટો રથ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જે રીતે રોડ પર ઈલેક્ટ્રીક વાહન જાેવા મળે છે. તે જ ટેકનિકથી આ રથ તૈયાર કરવામાં આવી રહ્યો છે . ટ્રકના નીચેના ભાગને વાપરી તેની ઉપર રથ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જે સંપૂર્ણ રીતે હાઇડ્રોલિક છે. અહેવાલ અનુસાર, સુરતના વરાછા વિસ્તાર ખાતે આવેલા ઇસ્કોન મંદિરની અંદર હાલ ગુજરાતનો સૌથી મોટો રથ તૈયાર કરવામાં આવી રહ્યો છે. રથયાત્રાના દિવસે પ્રથમવાર અત્યાધુનિક ટેકનિક અને સમય પ્રમાણે રથમાં બદલાવ જાેવા મળશે. સામાન્ય રીતે રથયાત્રા માટે ખાસ લાકડાથી રથ તૈયાર કરવામાં આવતો હોય છે, અને કારીગરો મહિના સુધી આ રથને તૈયાર કરે છે. પરંતુ સુરત વરાછા ખાતે ઇસ્કોન મંદિરમાં ખાસ ટ્રકની નીચેનો ભાગ લઈને તેની ઉપર ભગવાન જગન્નાથજી માટે રથ તૈયાર કરવામાં આવી રહ્યો છે. સંપૂર્ણ રીતે હાઇડ્રોલિક રથ છે. તેને ચલાવવા માટે ડ્રાઇવરની સીટ પણ જાેવા મળશે, અને સહેલાઈથી ભરચક વિસ્તારમાં બ્રેક લાગી શકે આ માટેની વ્યવસ્થા પણ આ રથમાં જાેવા મળશે. આ રથ છેલ્લા આઠ મહિનાથી તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ રથ અગાઉ વડોદરા ખાતે તૈયાર કરવામાં આવી રહ્યો હતો. પરંતુ તેનું સ્ટ્રક્ચર તૈયાર થઈ ગયા બાદ તેને સુરત લાવવામાં આવ્યો છે અને હાલ તેના રંગરોગાનનું કામ ચાલુ છે. આખા ગુજરાતમાં સૌથી આકર્ષણનું કેન્દ્ર ધરાવતો આ રથ છે. કારણ કે આ ઈલેક્ટ્રીક વાહનની જેમ રોડ પરથી પસાર થશે. તેમાં લાકડાની સાથે સ્ટીલ અને લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સમાન્ય રથની જેમ જ આ રથમાં પૈડાં જાેવા પણ મળશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/