fbpx
ગુજરાત

શાકભાજી બાદ કઠોળના ભાવમાં પણ ૫ થી ૧૦ રૂપિયાનો વધારો

બિપરજાેય વાવાઝોડાની અસર હજુ બજાર પરથી દૂર નથી થઈ. ત્યાં જ ચોમાસાની અસર બજાર પર જાેવા મળી રહી છે. આ એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે બિપોરજાેયમાં વધેલા શાકભાજીના ભાવ ચોમાસુ શરૂ થવા છતાં પણ ઘટ્યા નથી. ત્યારે શાકભાજીના ભાવમાં વધારો થતા તેની જગ્યાએ લોકો કઠોળનો ઉપયોગ કરતા હોય છે. તેમાં પણ વરસાદના કારણે વધારો નોંધાયો છે.દરેક સિઝનમાં સિઝનેબલ વસ્તુમાં ભાવમાં વધારો નોંધાતો હોય છે. આ વર્ષે બિપોરજાેય વાવાઝોડા દરમિયાન શાકભાજીના ભાવમાં જે વધારો થયો હતો તે તો યથાવત જ છે સાથે જ શાકભાજીની અવેજીમાં જે કઠોળનો ઉપયોગ લોકો કરતા હોય છે તેમાં વરસાદ દરમિયાન વધારો જાેવા મળ્યો છે. જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. કારણ કે હોલસેલમાં કઠોળના ભાવમાં ૫ થી ૧૦ રૂપિયાનો વધારો નોંધાયો છે, જ્યારે રિટેલમાં ૨૦ થી ૪૦ રૂપિયા ભાવ વેપારીઓ લઈ રહ્યા છે. શાકભાજી અને કઠોળ જીવન જરૂરિયાતની વસ્તુઓ હોવાથી ભાવ વધારા વચ્ચે લોકો જરૂર કરતાં ઓછી ખરીદી કરીને પણ કામ ચલાવી રહ્યા છે.

વાવાઝોડા દરમિયાન શાકભાજીના ભાવમાં વધારો નોંધાયો હતો. જે હજુ યથાવત છે. હોલસેલમાં ૧૫ ટકાથી વધુ તો રિટેલમાં ૨૦ થી ૨૫ ટકા જેટલો ભાવ વધારો થયો હતો. ટામેટાના એક કિલોના ભાવ ૨૦ રુપિયાના ૮૦ રૂપિયા થયા છે. તો આદુના ૬૦ના ૨૦૦ રૂપિયા થયા છે. કોથમીના ભાવ રૂ.૧૨૦ પહોંચ્યા છે.હોલસેલ બજારમાં કઠોળના ભાવમાં ૫ થી ૧૦ રૂપિયાનો વધારો નોંધાયો છે. તો રિટેલ બજારમાં અલગ અલગ વિસ્તારમાં ૨૦ થી ૪૦ રૂપિયા જેટલો વધારો નોંધાયો છે. જે ખૂબ વધુ કહી શકાય. જેના કારણે લોકો શાકભાજી ખાય કે કઠોળ ખાય તે પ્રશ્ન લોકોને સતાવી રહ્યો છે. મગના કિલોદિઠ ૫ થી ૭ રૂપિયા વધ્યા છે, તો તુવેર દાળના કિલોદિઠ ૧૨૫ રુપિયાના હવે ૧૩૦ થયા છે. ચોળા ૧૦૭ રૂપિયે કિલો હતા. જેના હાલમાં ૧૧૫ રૂપિયા છે. આ સિવાય તમામ કઠોળના ભાવમાં વધારો નોંધાયો છે.કઠોળ કરતાં વધુ મસાલામાં ભાવ વધારો નોંધાયો છે.

છેલ્લા ૨ કે ૩ મહિના પહેલા જીરું અને વરિયાળી સહિતના મસાલાના જે ભાવ હતા તેની સામે હાલ ૨ થી ૩ ગણા ભાવ વધ્યા છે. જીરું પહેલા રૂ.૩૨૦નું કિલો હતું તે ૬૮૦ એ મળી રહ્યું છે, વરિયાળીનો ભાવ રૂ. ૨૨૦થી ૪૨૦ પર પહોંચ્યો છે.વેપારીઓના જણાવ્યા અનુસાર બિપરજાેય વાવાઝોડા અને બાદમાં વરસાદી માહોલના કારણે ઉપરથી ભાવ વધતા હોલસેલ અને રિટેલ બજારમાં ભાવ વધારો નોંધાયો છે. ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. જ્યાંથી આ કઠોળ આવતા હોય છે. જેના કારણે તેના ભાવ પર અસર જાેવા મળી છે. જાેકે વેપારીઓએ સાથે એ પણ જણાવ્યું કે જાે આ વર્ષે વરસાદ સારો રહ્યો તો હાલ કઠોળ માટે પાકની સીઝન છે, જાે પાક સારો થશે તો આગામી વર્ષ દરેક લોકો માટે સારું જશે. તેમજ ભાવ વધારો પણ નહિં થાય.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/