fbpx
ગુજરાત

લોકસભામાં અવિશ્વાસના પ્રસ્તાવ પર ૮થી ૧૦ ઓગસ્ટ સુધી ચર્ચા થશેચર્ચાના અંતિમ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જવાબ આપે તેવી શક્યતા

લોકસભામાં વિપક્ષ દ્વારા રજૂ કરાયેલા અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચા ૮થી ૧૦ ઓગસ્ટ સુધી થશે અને ચર્ચાના અંતિમ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જવાબ આપે તેવી શક્યતા છે. આ આશયનો ર્નિણય લોકસભા કાર્યમંત્રણા સમિતિની બેઠકમાં લેવાયો. જેનો વિપક્ષી દળોના ગઠબંધન ઈન્ડિયા અને ભારત રાષ્ટ્ર સમિતિએ બહિષ્કાર કર્યો. આ વિપક્ષી દળોની માંગણી છે કે પ્રસ્તાવ પર તરત જ ચર્ચા શરૂ થાય. વિપક્ષી દળોના સભ્યો આ દરમિયાન સરકાર દ્વારા બિલ એજન્ડાને આગળ વધારવાનો વિરોધ કરી રહ્યા છે. બીજી બાજુ સરકારે એ વાત પર ભાર મૂક્યો છે કે એવો કોઈ નિયમ કે પરંપરા થી કે જે અવિશ્વાસ પ્રસ્તાવને સદનમાં તત્કાળ ચર્ચા માટે લાવવા અનિવાર્ય ગણાવે. સરકારનું કહેવું છે

કે નિયમમુજબ પ્રસ્તાવ લાવ્યાના ૧૦ કામકાજી દિવસમાં તેને ચર્ચા માટે લાવવો જાેઈએ. અત્રે જણાવવાનું કે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ૨૬ જુલાઈના રોજ અવિશ્વાસના પ્રસ્તાવને સ્વીકાર્યો હતો. તે દિવસે તેમણે કહ્યું હતું કે તમામ પક્ષોના નેતાઓ સાથે વાત કરીને અને નિયમો પર વિચાર કરીને પ્રસ્તાવ પર ચર્ચાની તારીખ નક્કી કરશે. અત્રે જણાવવાનું કે મોદી સરકાર આ બીજીવાર અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચા કરશે. આ અગાઉ જુલાઈ ૨૦૧૮માં મોદી સરકાર વિરુદ્ધ કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવ્યો હતો. આ અવિશ્વાસના પ્રસ્તાવના સમર્થનમાં ફક્ત ૧૨૬ મત પડ્યા હતા. જ્યારે તેના વિરુદ્ધમાં ૩૨૫ સાંસદોએ મત આપ્યા હતા. આ વખતે પણ અવિશ્વાસ પ્રસ્તાવનું ભવિષ્ય પહેલેથી નક્કી છે. કારણ કે સંખ્યાબળ સ્પષ્ટ રીતે ભાજપના પક્ષમાં છે અને નીચલા સદનમાં વિપક્ષી સમૂહના ૧૫૦થી ઓછા સભ્ય છે. જાે કે વિપક્ષી દળોની એવી દલીલ છે કે તેઓ ચર્ચા દરમિયાન મણિપુર મુદ્દે સરકારને ઘેરતા ધારણા સંલગ્ન લડાઈમાં સરકારને માત આપવામાં સફળ રહેશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/